ગુજરાતમાં ત્રણ‘દિના વિરામ બાદ આજથી વેક્સિનેશન ફરી શરૂ

ગુજરાતમાં ફરીથી રસીકરણની મોકાણ, લાંબી લાંબી લાઇન
ગુજરાતમાં ફરીથી રસીકરણની મોકાણ, લાંબી લાંબી લાઇન

રાજકોટ, અમદાવાદ સહિતની મનપાને રસીના ડોઝની ફાળવણી : ગુજરાત પાસે 10.12 લાખ ડોઝ હોવાની રાજય સરકારની જાહેરાત

ગુજરાતમાં ત્રણ દિવસથી સાવ ઠપ્પ થઇ ગયેલી વેક્સિનેશનની કામગીરી આજથી ફરી શરૂ થઇ ગઇ છે અને સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના મહાનગરો અને મધ્ય નાના કદના શહેરોમાં વેક્સિનેશન કેન્દ્રો પર લોકો ઉમટી પડયા છે. લાંબી લાંબી કતારો જામી ગઇ છે. રાજકોટ, અમદાવાદ સહિતની મનપાને વેક્સિનના નવા ડોઝ ફાળવી દેવાયા હોવાનું જાહેર થયું છે. દર બુધવારે સરકારી રસીકરણ કેન્દ્ર બંધ રહેશે. એ સિવાયના દિવસોમાં લાભાર્થીઓ રસીકરણ માટે જઇ શકશે. તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં રસીકરણ કરાવી શકાશે.

Subscribe Saurashtra Kranti here

રાજય સરકારે એવું જાહેર કર્યુ છે કે, હવે વેક્સિનના ડોઝની અછત નહીં પડે રાજય સરકાર પાસે 10.12 લાખ વેક્સિન ડોઝનો જથ્થો ઉપલબ્ધ થઇ ગયો છે. અમદાવાદ મનપાને આજે 25 હજાર ડોઝનો સ્ટોક પુરો પાડવામાં આવ્યો છે. એ જ રીતે રાજકોટ મનપાને ગઇકાલે જ વેક્સિન ડોઝનો જથ્થો આપી દેવામાં આવ્યો છે. આ રીતે આજથી રાજયમાં ફરી વેક્સિનેશનની કામગીરી જોરશોરથી શરૂ થઇ ગઇ છે.

Read About Weather here

તમામ વેપારીઓને 31મી જૂલાઇ સુધીમાં વેક્સિન લઇ લેવાનો રાજય સરકારે ફરીથી આદેશ આપ્યો છે. દરમ્યાન ગુજરાત રાજયમાં કોરોનાના કેસો રોજે રોજ ઝડપથી ઘટી રહયા છે. આજે રાજયમાં નવા 56 કેસ નોંધાયા હતા. 196 દર્દીઓને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજયમાં કુલ 1356 જેટલા જ એક્ટિવ કેસ છે. સવા આઠ જેટલા દર્દીઓ સાજા થઇ ગયા છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleહાઇકોર્ટના જજ સમ્રાટો જેવું વર્તન ન કરે : સુપ્રીમ
Next articleરોહીદાસપરામાં પૈસાની લેતીદેતી પ્રશ્ને યુવાન પર છરી વડે હુમલો