ઇંધણના ભડકે બળતા ભાવની આગમાં ભસ્મીભૂત થતા અરમાનો
વ્યક્તિગત અને માલસામાનનું પરિવહન મોંઘુ બન્યું, ઘાવ ઉપર મીઠું ભભરાવવા જેવી સ્થિતિ
છેલ્લા કેટલાય દિવસોથી એકધારા વધી રહેલા પેટ્રોલને ડીઝલના ભાવની સપાટી આખરે લીટર દીઠ રૂ. 100 નાં આંકડા સુધી પહોંચાડી દેવામાં આવી છે. સતત થતો વધારોએ એક કે બે અઠવાડિયાની પ્રક્રિયા નથી.
Visit Saurashtra Kranti Homepage here
પરંતુ છેલ્લા એક વર્ષથી ભાવમાં ટુકડે-ટુકડે વધારો કરીને રૂ.100 ની સપાટી પર પહોંચાડી દેવામાં આવ્યા છે. તેના પરિણામે સમગ્ર પણે વ્યક્તિગત અને સામુહિક અર્થ વ્યવસ્થા પર ગંભીર ફટકો પડ્યો છે અને લોકોના રોજીંદા ખર્ચના બજેટ ધરાશાયી થઇ ગયા છે.
છેલ્લા એક વર્ષના ગાળામાં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ.27% જેવો તગડો વધારો કરી દેવામાં આવ્યો છે. જેના પગલે સામુહિક ટ્રાન્સપોટેશન મોંધુ બનતા ટ્રક અને ટ્રેન દ્વારા જે-જે માલ સમાનની અવરજવર થાય છે તેના ભાવ પણ ફુંફાડો મારીને આકાશની ઉંચાઈ સુધી પહોંચવા લાગ્યા છે.
પ્રેટ્રોલિયમ ડીલર્સ પાસેથી પ્રાપ્ત થતા ડેટા મુજબ ગત 31 જુલાઈ 2020 સુધીમાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ રૂ. 77.91 હતો. જે ભાવ વધતો જઈ 31 જુલાઈ 2021 સુધીમાં રૂ. 98.59 થઇ ગયો. એટલે બાર મહિનાનાં ટૂંકા ગાળામાં 1 લીટરે રૂ. ૨૧ નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ડીઝલના ભાવમાં પણ આવું જ થયું છે.
ઉપર બતાવેલા સમય ગાળામાં ડીઝલનો ભાવ લીટર દીઠ રૂ. 79.15 ની સપાટી પરથી ઉંચકાઈને બાર મહિનામાં સીધે-સીધો લીટર દીઠ રૂ. ૯૬.૭૬ થઇ જવા પામ્યો છે. રાજકોટ અને અમદાવાદમાં પેટ્રોલિયમ ડીલર જણાવે છે કે, પેટ્રોલ અને ડીઝલની માંગમાં પણ વધારો થતો રહ્યો છે.
પહેલા લોકડાઉન પછી માંગ ઘટી હતી. ત્યારબાદ માંગ વધી છે અને 10% જેવો વધારો નોંધાયો છે. માંગ અને ભાવ બંનેમાં વધારો થયો છે તેથી સરકારને મળતી વેરાની આવકમાં પણ તોતિંગ વધારો થયો છે.
Read About Weather here
એકલા ગુજરાતની વાત કરીએ તો ઇંધણ સહિતની ચીજવસ્તુઓમાંથી સરકારને થતી વેટની આવકમાં 2020 ની સરખામણીએ 2021માં 49% જેવો જોરદાર વધારો નોંધાયો છે. જુલાઈ 2020 માં રૂ.1593 કરોડ મળ્યા હતા
તેની સામે 2021 નાં જુલાઈ સુધીમાં રૂ.2380 કરોડની આવક થઇ હતી. લોકડાઉન દૂર થયા બાદ અને નિયંત્રણો હળવા કરાયા બાદ માલસામાનનાં પરિવહનમાં ગતિ આવી હોવાથી સરકારની તિજોરી પણ છલકાઈ છે.(૨.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here