ગુજરાતમાં કોરોના બેકાબુ : સરકારની ઊંઘ ઉડી

15
corona-કોરોના
corona-કોરોના

અમદાવાદમાં વિખ્યાત ખાણીપીણી બજારો બંધ

સુરતમાં તમામ શાળા-કોલેજોમાં ચેકિંગ, કોરોના નિયમોનો અમલનો આદેશ: તમામ શાળાઓને પાલન કરવા શિક્ષણમંત્રીનો કડક હુકમ

સુરતના વિદ્યાર્થીઓની સાથે સાથે માતા-પિતાનું પણ ચેકિંગ

સુરતમાં શાળા-કોલેજોમાં કોરોના મહામારીએ ઉધામો મચાવાનો શરુ કરી દેતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઈ છે. તમામ શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓનું ચેકિંગ તો થઇ જ રહ્યું છે પણ હવે આજથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓના માતા-પિતાનું પણ ટેસ્ટીંગ શરુ કરી દેવામાં આવ્યું છે. તમામ શાળા-કોલેજ સંચાલકોને ચેતવણી આપવમાં આવી છે કે જો કોરોના ગાઇડલાઈન્સનું પાલન કરવામાં નહી આવે તો શાળાઓને તાળા મારી દેવામાં આવશે.

ગુજરાતના કોરોનાએ હવે નવા મોજાનું રૂપ ધારણ કર્યું હોય તેમ સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગરમાં અચાનક નવા કોરોના કેસોએ ઉછાળો મારતા સરકારની ઊંઘ ઉડી જવા પામી છે. સતત અને સઘન રસીકરણ થઈ રહ્યું હોવા છતાં કોરોના બેકાબુ બની રહ્યો છે. જેના કારણે જીલ્લા વહીવટીતંત્ર અને સરકાર ચિંતામાં ગરકાવ થઇ ગયા છે અને ધડાધડ પગલા લેવાનું શરુ કર્યું છે. સુરતમાં તમામ શાળા-કોલેજોમાં કડક ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે અને અમદાવાદમાં વિખ્યાત ખાણીપીણી બજારો આજે સવારથી બંધ કરાવી દેવામાં આવી છે.

સુરતમાં સોમવારે એક દિવસમાં નવા 100 કેસ નોંધાય હતા. આજે પણ વધુ ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા હોવાનું નોંધાયું છે. શાળા-કોલેજો અને ટ્યુશન ક્લાસ સુપરસ્પ્રેડર બની રહ્યા હોય એવી સ્થિતિ સર્જાય છે. પરિણામે તમામ શાળા-કોલજો અને કલાસીસમાં આજથી ફરી જોરદાર ચેકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે.

સરકાર હવે રહી રહીને જાગી છે ચુંટણીઓ પૂરી થઇ છે એટલે કોરોના તરફ ધ્યાન ખેચ્યું છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી વિખ્યાત ખાણીપીણી બજારો બંધ કરાવી દેવાય છે. લોગાર્ડનની ખાણીપીણી બજારો તેમજ વસ્ત્રાપુર અને ખાઉં ગલીની બજારો આજે સવારે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. અમદાવાદ મનપાની ટુકડીઓ જુદા-જુદા સ્થળે ત્રાટકી હતી અને દુકાનો તથા ખાણીપીણીની રેકડીઓ બંધ કરવી દેવામાં આવી હતી.

દરમ્યાન રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ શાળાઓને જઘઙ નું પાલન કરવા આદેશ આપ્યો છે. જે શાળાઓ પાલન નહી કરે તેને બંધ કરી દેવામાં આવશે. શાળાઓ પાસે ગઘઈ હોવું જરૂરી છે. ગઘઈ ન લેનાર શાળાઓ સામે પગલા લેવાની અને હાઈકોર્ટના આદેશનું શકિતથી પાલન કરાવાની શિક્ષણમંત્રીએ ચેતવણી આપી છે.

સૌરાષ્ટ્રમાં પણ કેસો વધી રહ્યા છે છેલ્લા 24 કલાકમાં નવા 88 નવા કોરોના કેસો નોંધ્યા છે. તેમાં રાજકોટમાં સૌથી વધુ 44, ભાવનગરમાં 15, જુનાગઢમાં 9 અને જામનગરમાં 8 નવા કેસો નોંધાયા છે.

Previous articleરાજકોટમાં આજે મુખ્યમંત્રીના પત્ની દુર્ગાશક્તિ ભરોસા કેન્દ્ર ખુલ્લું મૂકશે
Next articleકોલકાતામાં ટાવરીંગ ઇન્ફર્નો : 9 જીવતા ભુંજાયા