રાજ્યમાં સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનો દોર ચાલી રહૃાો છે જેમાં પ્રથમ તબક્કે રાજ્યની ૬ મહાનગર પાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ ગઈ અને તેના પરિણામો પણ આવી ગયા જેમા દેશની આઝાદી પહેલા રચાયેલ વર્ષો જૂના કોંગ્રેસ પક્ષના હાલના સ્થાનિક નેતાઓની અગમ્ય સ્વાર્થને લઈને, જીતવાની ક્ષમતા ન ધરાવતા અને શાહમૃગી નીતિ તથા આંતરિક જૂથવાદના કારણે સફાયો થઈ ગયો.મતલબ ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ….! જ્યારે કે સામે ગુજરાત માટે નવો પક્ષ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો પ્રવેશ થઇ ગયો છે. આમપ્રજા રાજ્યના મુખ્ય રાજકીય પક્ષોથી કેવી કંટાળી ગઈ છે જે તેનો નિર્દેશ આપે છે તેમાં પણ કોંગ્રેસની નબળી નેતાગીરી કંઈ હદે પહોંચી ગઈ….?!બીજા તબક્કામાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ અને તેના પરિણામો જોતા સ્પષ્ટ દેખાઈ આવે છે કે કોંગ્રેસની જૂથબંધી,નબળી નેતાગીરી અને નેતાઓની આંતરિક ખેંચતાણને કારણે ગ્રામ્ય સ્તરે પણ કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે તેમ કહેવું ખોટું નથી…..!? જોકે બીજા તબક્કાની ચૂંટણીમાં “આપ” નો પ્રવેશ તો થયો જ છે.પરંતુ સમજવાની બાબત એ છે કે ભારત મહાન લોકશાહી દેશ છે અને તેમાં જો મજબૂત વિરોધ પક્ષ ન હોય તો ત્યાંના પરિણામો પ્રજા માટે દુષ્કર આવે છે,પ્રજા પ્રશ્ર્નોનો છેદ ઉડી જાય તે વાત આમ પ્રજાએ સમજવાની જરૂર છે પછી વિપક્ષમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય….જો વિરોધ પક્ષ મજબૂત નહીં હોય તો પ્રજાના પ્રશ્ર્ને રજૂઆતો કોણ કરશે….? અમેરિકામાં વિપક્ષ મજબૂત એટલા માટે લોકશાહી મજબૂત છે પરંતુ ત્યાં બંધારણીય રીતે લોકો જાગૃત છે દરેક ચીજવસ્તુ ઉત્પાદનોનો નફો નિશ્ર્ચિત છે ભારતની જેમ દોઢી કે ડબલ કિંમત કોઈ નથી લેવામાં આવતી..જોકે ભારતમાં ભાજપ અને કોંગ્રેસ મુખ્ય રાજકિય પક્ષો છે. પરંતુ કોંગ્રેસમાંથી પોતપોતાના અગમ્ય કારણોને લઈને નવા નવા રાજકીય પક્ષો ઊભા થયા તેમજ તેમાં પણ પેટા પક્ષ ઉભા થયા પરંતુ તેમની નબળાઇ એ છે કે “હું જ બીજાથી મોટો” મતલબ દરેક પક્ષના વડાને વડાપ્રધાન બનવું છે તો કેટલાકને પોતાને કે પરિવારને કોઇ લાભ થવો જોઈએ એવા વિવિધ સ્વાર્થને કારણે પ્રજા તેમની વાતોમાં આવીને ભીંત ભુલે છે અને પોતાના હક્ક અને અધિકાર ભૂલી ગયા છે….! તો કોંગ્રેસ તથા એકાદ-બે પક્ષ સિવાય મોટાભાગના પક્ષો પ્રજાકિય પ્રશ્ર્નો તરફ ધ્યાન જ આપતા નથી….! ત્યારે પ્રજા જાગૃત નહીં બને તો ભાવિ પેઢી માટેના પરિણામો દુષ્કર આવશે અને તેના માટે જવાબદાર પ્રજાજનો જ કહેવાશે….!!
રાજ્યમાં રૂપાણી સરકારે રાજ્યની પ્રજાના હિતાર્થે અનેક યોજનાઓ જાહેર કરી છે પરંતુ તે યોજનાઓનો લાભ આમ પ્રજા સુધી પહોંચે છે કે નહીં તે જોવા જાણવા સરકારનું એક પણ આગવું મંત્રાલય કે બોર્ડ- નિગમ નથી જે એક હકીકત છે….! ત્યારે સરકારે અગાઉ ૨૦ મુદ્દા અમલીકરણ સમિતિ હતી તે રીતે કાયમી ધોરણે એક સમિતિ કે બોર્ડ- નિગમ બનાવી સરકારે જાહેર કરેલી યોજનાઓ ઉપર બાજ રાખી શકે અને અમલ ન કરનાર જવાબદારો સામે એક્શન લઇ શકે તેવી સત્તા આપવી આપવી જોઈએ અને તેવી કમિટીની નિમણૂક કરવી જોઈએ. તો તેને કારણે સરકારની તિજોરી ઉપર યોજના પ્રચાર સહિતનો ખર્ચો બચી જશે અને ખોટું પણ નહીં થાય. રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓને મંજૂરી આપી તેમા ટીપી સ્કીમ પણ આપી પરંતુ તેનો નિયમાનુસાર અમલ થયો છે કે નહીં તેની કેટલાને ખબર હશે…? લોકોમાં તો ટીપી સ્કીમની મોટાભાગનાને જાણ નથી હોતી… હા, બિલ્ડરો કે બાંધકામ ક્ષેત્રના નિષ્ણાતો વગેરેને જાણકારી હોય છે. એટલે ટીપી સ્કીમ એટલે શું…? તેવા પ્રશ્ર્નોનો જવાબ છે કે અંદાજે ૧ કિલોમીટર બાય ૧ કિલોમીટરના એરિયાને ટાઉન પ્લાનીંગ કહેવાય છે. અને આવી એક ટીપી સ્કીમમાં ૧૨ જેટલી સુવિધાઓ આપવામાં આવે છે… જેમાં પ્લેગ્રાઉન્ડ, બાગ બગીચો, પાર્કિંગ સુવિધા, શાકભાજી માર્કેટ, સરકારી શાળા, સરકારી દવાખાનુ, લાઇબ્રેરી, કોમ્યુનિટી હોલ, વડીલો માટે શાંતિકુંજ, ઓપન પાર્ટી પ્લોટ,જાહેર ટોયલેટ બોક્સ, સ્વિમિંગ પૂલ, એક લાખની વસ્તીવાળા વિસ્તારમાં નિયમાનુસાર ફાયર સ્ટેશન પરંતુ આ બાબતે ટીપી સ્કીમો વધુ નજીક હોય તો પાંચ મિનિટમાં ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની સેવા મળે તે રીતે ફાયર સ્ટેશન હોવું જોઈએ. સરકારની શુભ દાનત છે… પરંતુ પ્રજા આ માટે વિસ્તારમાં નજર કરે તો જ ખબર પડે કે ટીપી સ્કીમનો લાભ મળ્યો છે કે નહીં…..?!