એકમ કસોટી મોકૂફ રાખવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની માંગણી
ગુજરાતમાં કોરોના મહામારી કાબુમાં આવી ગયા બાદ પ્રાથમિક શિક્ષણનાં વર્ગો પણ શરૂ કરવાની રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. ત્યારે અણીને સમયે રાજ્યમાં ધો- 1 થી 8 માં પાઠ્યપુસ્તકોની ઘટ સર્જાય છે.
આ હકીકત ધ્યાનમાં લેતા રાજ્યનાં પ્રાથમિક શાળાઓનાં બાળકો માટેની એકમ કસોટી મોકૂફ રાખવા ગુજરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે માંગણી કરી છે.
Subscribe Saurashtra Kranti here
શિક્ષણમંત્રી અને પ્રાથમિક શિક્ષણ બોર્ડને પાઠવેલા પત્રમાં મહાસંઘે રજૂઆત કરી છે કે, બધા જ વિષયનાં પુસ્તકોની ઘટ ઉભી થઇ છે. શાળાઓમાં પુસ્તકો પહોંચ્યા જ નથી. આથી તા. 20,21 ઓગસ્ટએ લેવાનારી એકમ કસોટી મોકૂફ રાખવી જોઈએ.
મહાસંઘે એવો દાવો કર્યો છે કે ઓનલાઈન શિક્ષણમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લેતા નથી તેના કારણે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવું જરૂરી બન્યું છે.
Read About Weather here
પ્રાથમિક શિક્ષણોનાં વર્ગો શરૂ કરવાની માંગણી થઇ રહી છે પણ પુસ્તકોની ખેંચ સમસ્યા ઉભી કરી શકે તેમ છે. આ અંગે રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરતા પહેલા જરૂરી પગલા લેવાના રહેશે નહીંતર પાઠ્યપુસ્તકો વિના પ્રાથમિક શાળાનાં વર્ગો ખોલવાનો કોઈ અર્થ રહેશે નહીં. આ દિશામાં તાત્કાલિક જરૂરી પગલા લેવાય એવી વાલી વર્ગમાં માંગણી ઉઠી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here