ગુજરાતમાં આવતા 11 દેશોનાં પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત

ગુજરાતમાં આવતા 11 દેશોનાં પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત
ગુજરાતમાં આવતા 11 દેશોનાં પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત

દક્ષિણ આફિકાનાં નવા વેરીયેન્ટનાં ખતરાને પગલે કોરોના કેસોમાં ભારે ઉછાળો; કોરોનાનાં ઓમીક્રોન રૂ. પનાં 30 જેટલા સંસ્કરણ જોવા મળ્યા: ડો.રણદીપ ગુલેરીયા


દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા અને યુરોપમાં પણ પ્રસરતા જતા કોરોના વાઈરસનાં નવા અને વધુ ઘાતક રૂપ ઓમીક્રોનનાં પ્રવેશને અટકાવવા માટે ગુજરાત સરકાર ભરચક પ્રયાસો કરી રહી છે અને કોઇપણ રીતે ઓમીક્રોનની રાજ્યમાં એન્ટ્રી રોકવા રાજ્ય સરકારે સંખ્યાબંધ માર્ગદર્શીકાઓ જાહેર કરી છે.

એ મુજબ દક્ષિણ આફ્રિકા સહિત 11 દેશોમાંથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત બનાવવામાં આવ્યો છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ગુજરાત સરકારે રાજ્ય અને દેશને કોરોનાનાં ઘાતક રૂપથી ઉગારવા માટે કડક નિયંત્રણો સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગનાં પગલા જાહેર કર્યા છે. નિષ્ણાંતોનાં મત મુજબ ઓમીક્રોન વાઇરસ કોરોના રસીને પણ દાદ નહીં આપે તેવો ભય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા ચિંતાનો વિશે જણાવવામાં આવ્યું છે. અત્યારે વિશ્વમાં જેટલી રસી ઉપલબ્ધ છે. એ તમામને કોરોનાનો નવો વાઇરસ બિનઅસરકારક બનાવી શકે છે.

દરમ્યાન ગુજરાત સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન્સ મુજબ યુરોપ, બ્રિટન, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, બોટ્સવાના, ચીન, મોરેશીયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે તેમજ હોન્કોંગમાંથી આવતા પ્રવાસીઓએ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવો પડશે. તમામ રાજ્ય સરકારોને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં આવતા 11 દેશોનાં પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત માટે

તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોએ વિદેશી મુસાફરોનું કડક સ્ક્રીનીંગ શરૂ કરી દીધું છે અને તમામ જિલ્લાઓનાં આરોગ્ય તંત્રને સાવધ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂદ ઉચ્ચકક્ષાની બેઠક યોજી હતી અને કોરોનાનાં નવા વાઇરસથી સર્જાયેલી પરિસ્થિત તથા તેનું સામનો કરવા માટેની તૈયારીઓ વિશે સમીક્ષા કરવામાં આવી હતી. 1 લી ડિસેમ્બરથી નવી ગાઈડલાઈન્સનો અમલ શરૂ થશે.

Read About Weather here

આ બેઠકબાદ કેન્દ્ર સરકારે નવા નિયંત્રણો જાહેર કર્યા હતા અને ગાઈડલાઈન્સમાં પણ ફેરફાર કર્યો હતો. ભારતમાં આવનારા દરેક મુસાફરોએ એમનાં 14 દિવસનાં પ્રવાસની વિગતો તેમજ કોવિડ ટેસ્ટનાં નેગેટીવ હોવાનું પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે. જોખમી બનેલા દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ એમનો ટેસ્ટ નેગેટીવ આવે તો પણ 7 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવું પડશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here