ગુજરાતનો ગરબો હવે યુનેસ્કો હેરિટેજમાં સામેલ

ગુજરાતનો ગરબો હવે યુનેસ્કો હેરિટેજમાં સામેલ
ગુજરાતનો ગરબો હવે યુનેસ્કો હેરિટેજમાં સામેલ

ગુજરાતનો ગરબો છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ બન્યો છે, દેશમાં વિસ્તરીને તે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બન્યો છે. હવે ગુજરાતનું ગરબા નૃત્ય એટલે કે ગરબા રાસને યુનેસ્કોના ઈંટેજિબલ કલ્ચરલ હેરિટેઝ ઓફ હ્યુમેનીટી તરીકે નામાંકન માટે મોકલાયો છે.આશા છે કે આ વર્ષે જ ફેસલો થઈ જશે.

Visit Saurashtra Kranti Homepage here

હાલ દેશમાં નવરાત્રિ પર્વ શરૂ થઈ ગયું છે ત્યારે ભારતમાં ગુજરાતના ગરબા નૃત્યને-રાસને પણ યુનેસ્કોને વિશ્વની ઈન્ટેજીબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનીટી તરીકે નામાંકન માટે મોકલાયું છે, જે આ વૈશ્વિક સંસ્થાની પ્રક્રિયા મુજબ નામાંકન માટે વિચારાધીન છે.આશા છે કે, 2023ના અંત સુધીમાં યોજાનારી બેઠકમાં તેનું અનુમોદન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત અને નજીકના ક્ષેત્રો સહિત અમેરિકા અને અન્ય દેશોમાં ગરબા-રાસનું આયોજન આખી રાત ચાલતું હોય છે. જેમાં ખાસ કરીને મહિલાઓ અને પુરુષો રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી સાજ-સજજા અને જોમ જુસ્સાથી સામેલ થતા હોય છે.નવરાત્રીમાં ગરબા-રામલીલાનું આયોજન પુરા દેશમાં તો થાય જ છે પણ પુરી દુનિયામાં ફેલાયેલા ભારતીય સમુદાય દ્વારા વિદેશમાં પણ તેનું આયોજન થાય છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ નિવાસ વ્હાઈટ હાઉસમાં પણ આ અવસરે વિશેષ કાર્યક્રમ યોજાય છે. જેમાં સેંકડો લોકોને આમંત્રીત કરાય છે. ઈંગ્લેન્ડના વડાપ્રધાન ઋષિ સુનકના નિવાસે પણ આ પ્રસંગે વિશેષ સમારોહ, રોશની અને શણગાર થાય છે.

નવરાત્રીમાં ભગવાન રામ અને મા આદ્યા શક્તિનું પૂજન કરવામાં આવે છે. દશેરાએ રામે રાવણનો વધુ કર્યો હતો અને મા આદ્ય શક્તિએ મહિષાસુરને માર્યો હતો. નવરાત્રીમાં નવ રાત્રી રાસ ગરબા અને રામલીલાનું આયોજન થાય છે. રામલીલા અને દુર્ગાપુજાનું ખાસ મહત્વ છે. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની શીર્ષ સાંસ્કૃતિક સંસ્થા યુનેસ્કોએ 2008માં રામલીલાને વિશ્વમાં માનવતાની અમૂર્ત સાંસ્કૃતિ વારસો જાહેર કર્યો હતો.

Read National News : Click Here

ઉલ્લેખનીય છે કે, યુનેસ્કોએ વર્ષ 2021માં દુનિયાની ઈન્ટેજીબલ કે અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર દુર્ગાપૂજાને જાહેર કરી હતી જે યુનેસ્કો દ્વારા સૂચિબદ્ધ 14મી ઈન્ટેજીબલ હેરિટેજ છે. ભારતમાંથી આ ઉપરાંત રામલીલા, યોગ, વૈદિક મંત્રોચ્ચાર, લદાખના બૌદ્ધ મંત્રોચ્ચાર, છોઉ નૃત્ય વગેરે યુનેસ્કો હેરિટેજમાં સામેલ છે. હવે ગુજરાતનો ગરબો પણ યુનેસ્કો હેરિટેજમાં સામેલ થઈ શકે છે.

હેરિટેજ લિસ્ટ આમ તો દેશમાં હાલ 42 મૂર્ત વર્લ્ડ હેરિટેજ સાઈટસ છે. જેમકે લાલ કિલ્લા, કુતુબ મિનાર, તાજમહલ, બોધગયા, કોણાર્ક મંદિર, ખજુરાહો, અજંતા-ઈલોરા વગેરે મહત્વની વાત એ છે કે હાલમાં સપ્ટેમ્બરમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરના બનાવેલા શાંતિ નિકેતનને પણ વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સામેલ કરાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here