ગુજરાતના 36 શહેરોમાં ગુરૂવાર સુધી મીની લોકડાઉન, શું લંબાવાશે?

મીની લોકડાઉન
મીની લોકડાઉન

નાઇટ કફર્યુ અને નિયંત્રણો યથાવત, ગુરૂવારે સાંજે નિર્ણય લેવાશે

રાજકોટ સહિત ચાર મહાનગરો અને 36 શહેરોમાં નાઇટ કફર્યુ તથા મીની લોકડાઉન જેવા નિયંત્રણો 18મી મેના રોજ પુરા થયા બાદ વધુ 3 દિવસ સુધી એટલે કે આવતીકાલ ગુરૂવાર સુધી લંબાવવાનો સોમવારે રાત્રે નિર્ણય લેવાયો હતો.

Subscribe Saurashtra Kranti here

હવે મીની લોકડાઉન અને નિયંત્રણો ગુરૂવારથી વધુ લંબાવવામાં આવશે કે કેમ એ અંગે ગુરૂવારે સાંજે રાજય સરકાર નિર્ણય જાહેર કરશે તેમ જાણવા મળ્યું છે. અત્યારે રાજયના 36 શહેરોમાં નાઇટ કફર્યુ લાગુ છે. દિવસના ભાગના પણ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

સોમવારે વાવાઝોડા તાઉ-તેની આફત સમયે ગાંધીનગરના કન્ટ્રોલ રૂમમાંથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નિયંત્રણો વધુ ત્રણ દિવસ લંબાવવાની જાહેરાત કરી હતી. એ સમયે તેમણે કહયું હતું કે, વધુ લંબાવવાનો આખરી ફેંસલો ગુરૂવારે બપોર બાદ લેવામાં આવશે.

Read About Weather here

અત્યારે રાજયમાં કોરોનાના કેસો ઘટી રહયા છે. મૃત્યુ આંકમાં પણ ઘટાડો નોંધાઇ રહયો છે, સોમવારે 7135 કેસો નોંધાયા હતા અને 81 દર્દીઓના મૃત્યુ થયા હતા. હવે આવતીકાલે ગુરૂવારે સરકાર નાઇટ કફર્યુ અને નિયંત્રણો અંગે નવો નિર્ણય જાહેર કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here