ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ

CMએ ટ્વિટ કરીને જાહેરાત કરી
CMએ ટ્વિટ કરીને જાહેરાત કરી

આનંદીબેન પટેલની ઘાટલોડિયા બેઠક ઉપરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમનું નામ સૂચવ્યું હતું.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ : આનંદીબેન પટેલની ઘાટલોડિયા બેઠક ઉપરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમનું નામ સૂચવ્યું હતું.

Read Local News / Articles : Saurashtra , Gujarat

Read About Weather here

મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા હતા. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ્ પહોંચ્યા હતા. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. ધારાસભ્યોની બેઠક શરૂ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ આનંદીબેન પટેલના વિશ્વાસુ એવા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. હવે ધારાસભ્ય દળની બેઠકમાં રાજ્યના નવા મુખ્ય મંત્રીનું નામ જાહેર કરાયું હતું.