નેશનલ ફેમિલી હેલ્થનો સર્વે
92 ટકા ઘરોમાં મોબાઈલ પહોંચી ગયા છે અને ઇન્ટરનેટનો વપરાશ કરનારાઓ 55 ટકા થયા
એક રસપ્રદ સર્વેમાં આ માહિતી બહાર આવી છે. રાજ્યમાં દરેક 100 ઘરોમાં 92 મોબાઈલ પહોંચી ગયા છે અને રસપ્રદ વાત એ છે કે આ ઘરમાં ગાદલા હજુ 88 ટકા જ છે એટલે કે લોકો ગાદલા શેર કરે છે પણ મોબાઈલ નહીં.
Read National News : Click Here
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે હાલમાં જ કરવામાં આવ્યો હતો જેમાં મોટાભાગ ઘરોમાં હવે મોબાઈલ પહોંચી ગયો છે. જ્યારે ટેલીવીઝન 73 ટકા ઘરોમાં, બાઈક કે સ્કૂટર 61 ટકા ઘરોમાં અને સૌથી વધુ આશ્ર્ચર્ય એ છે કે 55 ટકા ઘરોમાં ઇન્ટરનેટ વપરાશ પણ થાય છે.
ગુજરાતમાં 55 ટકા લોકોના ઘરોમાં ઇન્ટરનેટની સુવિધા છે. સુરત સ્થિત સેન્ટર ફોર સોશિયલ સ્ટડી દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો અને જણાવાયું હતું ગ્રામીણ વિસ્તારોમાં હજુ ટુ-જી સેવા આપતા એટલે કે કોલીંગ અને એમએસએમની સુવિધા આપતાં મોબાઈલનું પ્રમાણ વધું છે. જ્યારે 33 ટકા ઘરોમાં રેફ્રીજરેટર અને 30 ટકા ઘરોમાં બાઇસિકલ પરંતુ માર્ગ પર સતત કારોના કાફલા દેખાય છે તેમ છતાં આ સર્વે મુજબ ગુજરાતમાં હજુ 11 ટકા ઘરોમાં કાર છે એટલે કે હજુ ઓટોમોબાઈલમાં ગુજરાત દેશના અનેક રાજ્યો કરતાં પાછળ છે.
Read About Weather here
આ સર્વેમાં શહેરી ક્ષેત્રમાં 57 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 89 ટકા ઘરોમાં મોબાઈલ પહોંચી ગયા છે. ગુજરાતની જેમ જ આંધ્રપ્રદેશમાં પણ મોબાઈલનું હાઉસહોલ્ડ પ્રમાણ વધુ છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ જ પ્રકારે સ્થિતિ છે પરંતુ કેરાળામાં સૌથી વધુ 97 ટકા ઘરોમાં મોબાઈલનું આગમન થઇ ગયું છે. આ સર્વેનું એક મોટુ તારણ એ હતું કે દેશમાં હાઉસહોલ્ડ ઇન્ટરનેટનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે અને છેલ્લે ચાર વર્ષમાં હોમ ઇન્ટરનેટની સેવા 14 ગણી વધી ગઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here