ગુજરાતના અનેક જિલ્લાઓમાં આકાશ વાદળોથી ઘેરાયા !

ગુજરાત weather update clouds in summerગુજરાત weather update clouds in summer
ગુજરાત weather update clouds in summer

ગુજરાતના ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં ઘણાં દિવસથી કાળઝાળ ગરમી પડી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહૃાા હતા. ત્યારે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યનાં અમરેલી, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી જતા વાદળ (rainy clouds) છવાઇ ગયા હતા. જેના કારણે જગતના તાતની ચિંતા વધી ગઇ છે. જો વરસાદ પડે તો ખેતરોમાં ઉભા ધંઉના પાકને નુકસાન જવાની ખેડૂતોમાં ભીતી છવાઇ છે.

અમરેલીના રાજુલાના પંથકના ગ્રામ્યવિસ્તારોનાં હિંડરોણા, છતડીયા સહિતના આસપાસના ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો. આ સાથે સાબરકાંઠા જિલ્લામાં મંગળવારની મધરાત બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાયો હતો અને પવનના સુસવાટાએ લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા. વહેલી સવારે આકાશ વાદળોથી ઘેરાયું હતું અને સામાન્ય વાતવરણ પવનના કારણે ધુળીયું બન્યું હતું. ખેતરમાં ઘઉંના ઉભા પાકને કારણે ખેડૂતોમાં ચિંતા વધી હતી.

ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લાના વડું મથક આહવા અને ગિરિમથક સાપુતારા ખાતે વાદળછાયું વાતવરણ છવાયું હતું. વાતાવરણમાં પલટાને લઈને ઠંડા પવનની લહેર છવાતા સામાન્ય માણસને રાહત લાગી હતી પરંતુ ખેડૂતો માટે ચિંતાનો માહોલ બન્યો હતો. જિલ્લાના વડું મથક આહવા ખાતે વરસાદી છાંટા પણ પડયા હતા.

હવામાન ખાતાએ આ વર્ષે સારો વરસાદ રહેવાનો અંદાજ લગાવ્યો છે. ચોમોસાના ચાર મહિના જૂન, જુલાઇ,ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની સંભાવના છે. એજન્સીએ અંદાજ લગાવ્યો છે કે એવરેજ વરસાદ ૮૮૦.૬ મિમીની સરખામણીમાં ૧૦૩ ટકા વરસાદ થઇ શકે છે. ખાસ વાત એ છે કે, મોનસૂનના શરૂઆતના મહિનામાં સારો વરસાદ થઇ શકે છે.

Read About Weather here

સ્કાઇમેટે કહૃાું કે, જૂન અને સપ્ટેમ્બરમાં વધારે વરસાદના સંકેત જોવા મળી રહૃાા છે. ઉત્તર ભારતના મેદાની ભાગ અને દેશના ઉત્તર-પૂર્વના કેટલાક ક્ષેત્રોમાં વરસાદ ઓછા પડી શકે છે. એજન્સીએ કહૃાું કે આંતરિક કર્ણાટકમાં પણ જુલાઇ-ઓગસ્ટમાં મોનસૂન કમજોર રહેશે. ખાસ વાત છે કે, આ બંને મહિનાને મોનસૂનનો પ્રમુખ સમય માનવામાં આવે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here