ફિલ્મ પદ્માવતના વિરોધમાં રાજ્યભરમાં જે-તે સમયે કરણીસેના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેને લઇને પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. આ કેસ સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવે તેવી માગ સાથે ગાંધી આશ્રમ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના એક દિૃવસના ધરણાં કરવા આવી હતી. જોકે એ સમયે કરણીસેના અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મંજૂરી વગર ધરણાં કરવામાં આવતાં પોલીસે કરણીસેનાને રોકતા ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે કરણીસેના પ્રમુખ રાજ શેખાવત અને કાર્યકરોની અટકાયત કરી છે.
ધરણાં દૃરમિયાન કરણીસેનાએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત અને કાર્યકરો ગાંધીજયંતી નિમિત્તે ગાંધીઆશ્રમ ખાતે પોતાની માગ સાથે એક દિૃવસનાં ધરણાં કરવા જઈ રહૃાા હતા. જોકે તેમણે આ માટે પહેલાંથી મંજૂરી મેળવી ન હતી. તેવામાં આજે જ્યારે કરણીસેના ધરણાં કરવા માટે જઇ રહી હતી ત્યારે પોલીસે સુભાષબ્રિજ પાસે જ તેમને રોકી લીધા હતા, જેને કારણે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થઇ હતી. કોરોના મહામારીના પગલે આજે ગાંધીજયંતીના દિૃવસે ગાંધી આશ્રમમાં ભીડ એકઠી ન થાય એ માટે આશ્રમ દ્વારા કોઈપણને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા પણ સાદૃાઈથી કરવામાં આવી હતી. તેવામાં કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત પાંચ જટેલા કાર્યકર્તાઓ સાથે આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને આશ્રમમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ સમયે આશ્રમ સંચાલકે ના પાડી હોવા છતાં રાજ શેખાવત અને કાર્યકર્તાઓ ગાંધી આશ્રમમાં પ્રવેશ્યા હતા અને ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કર્યો હતો. એક સમયે ગાંધી આશ્રમમાં જવાની મંજૂરી ન મળતાં ગૃહમંત્રી હાય-હાયના નારા લગાવ્યા હતા.