ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ
Subscribe Saurashtra Kranti here.
બહારગામથી આવેલા મહેમાનોને પોલીસે પ્રવેશ ન આપતાં હોબાળો
ભારતની આઝાદીના ૭૫મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. પીએમ મોદી ગણતરીની મીનિટમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. બીજી તરફ, વહેલી સવારથી રાજ્ય તેમજ દેશના ખૂણે ખૂણેથી લોકો ગાંધી આશ્રમ આવી રહૃાા છે. ત્યારે સભાનો ડોમ ભરાઈ જતાં લોકોને બહાર કાઢતાં આક્રોશનો માહોલ ફેલાયો હતો. પોલીસ સાથે ઘર્ષણ થતાં લોકોએ કહૃાું, ધારાસભ્યો બસો ભરી ભરી લઈ આવ્યા, પણ આશ્રમમાં એન્ટ્રી નથી મળી, તો આમંત્રણ જ શું કામ આપ્યું. સાબરકાંઠાથી આવેલા ૫૦થી ૬૦ લોકોને અભયઘાટના ગેટથી જ ધકેલી દીધા હતા, જેને કારણે કાર્યકરોમાં રોષનો માહોલ જોવા મળી રહૃાો છે.
પોલીસ દ્વારા તમામને સમજાવવાના પ્રયાસો કરાયા હતા. ત્યાર બાદ કેટલાકને બત્રીસી હોલમાં બેસાડ્યા છે. સાણંદ, તલોદ જેવા અલગ અલગ જગ્યાએથી આવેલા લોકોને પણ પરત મોકલવામાં આવી રહૃાા છે. સાબરકાંઠાથી આવેલા લોકોએ ટીડીઓને ફોન કરીને ખખડાવ્યા છે. એક કાર્યકરે કહૃાું હતું કે અમને આટલા દૃૂરથી બધી તૈયારી કરીને પાસ ચકાસીને મોકલ્યા અને હવે તમે ના પડો છો, સાથે બીજા કાર્યકારે પોલીસને કહૃાું, ગાંધીજીના કાર્યકમમાં જ આવી રીતે રોકવામાં આવે છે તો હવે કોઈને કઈ કહેવા જેવું નથી.
Read About Weather here
પોલીસે તમામને આશ્રમની બાજુના બત્રીસી ભવનમાં બેસાડ્યા. વડાપ્રધાનના આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા અનેક લોકો પહોંચ્યા છે, જેમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ આવ્યા છે; ત્યારે ઇસનપુરનાં ભાજપના મહિલા કોર્પરેટર મોના રાવલ માસ્ક વિના જોવા મળ્યાં હતાં. કોરોના કેસ વધતાં તંત્ર વધારે સજજ થયું છે; ત્યારે ભાજપનાં કોર્પોરેટર માસ્ક વિના કાર્યક્રમમાં પ્રવેશતાં જોવા મળ્યાં છે.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here