Subscribe Saurashtra Kranti here.
કુલ ૨.૮૨ લાખ મતદારો, ૨૮૪ મતદાન મથક તૈયાર કરાશે
મતદાન
કોરોના સંક્રમણે આખા ગુજરાતને ભરડામાં લઇ લીધુ છે ત્યારે રાજ્યના ગણા શહેરોમાં રાત્રિ કર્ફ્યુંના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને રાત્રિ કર્ફ્યુંનો સમય વધારી દેવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ૧૨૭૮ કોરોના કેસ નોંધાયા હતા. ત્યારે રાત્રિ કરયૂ બાદ અફવાઓનું બજાર પણ ગરમાયું છે અને લોકો લોકડાઉનનાં ડરે મોલ અને દૃુકાનોમાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે. ત્યારે ઇલેક્શન કમિશને પણ એક વિચિત્ર જાહેરાત કરી છે. કોરોના મહામારીના ભયાનક ડર વચ્ચે હવે ગાંધીનગરમાં ચૂંટણી યોજાશે. ગાંધીનગરમાં ૨૦ એપ્રિલના રોજ મનપાની ચૂંટણી યોજાશે.
આ દરમિયાન જાહેર જનતામાં એવો પણ ગુસ્સો છે કે સરકાર સભાઓ કરે છે ચૂંટણીનું આયોજન થાય છે જેના કારણે કોરોના સંક્રમણ ફરીથી વધી રહૃાું છે. આ દરમિયાન ગાંધીનગર મનપાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી ૧૮ એપ્રિલે ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાશે. ૨૦ એપ્રિલના રોજ મનપાની ચૂંટણીના મતની ગણતરી થશે. સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. અહીં મનપામાં કુલ ૨,૮૨,૯૮૮ મતદાર છે. જેથી ૨૮૪ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે.
Read About Weather here
ગાંધીનગર મનપાની ચૂંટણી માટે એક એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે અને ૩ એપ્રિલે ઉમેદવારી પત્રની ચકાસણી થશે. ૫ એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. એક બાજૂ કોરોના મહામારીએ ઉથલો માર્યો છે ત્યારે ગાંધીનગરમાં મનપાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. તે જોતા સાફ કહી શકાય કે કોરોના મહામારીમાં સરકાર બનાવાના નાટક યોજાઇ રહૃાા છે અને લોકોના જીવન સાથે ચેડા થઇ રહૃાા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here