ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સાદરા બેઠકના ઉમેદવાર દિલિપ પટેલની વરણી (16)

GANDHINAGAR-DISTRICT-PRAMUKH
GANDHINAGAR-DISTRICT-PRAMUKH

Subscribe Saurashtra Kranti here.

ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે કોની વરણી થશે

ઉપપ્રમુખ પદે ગુણવંત પિથૂસિંહ ચાવડાની પસંદગી

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં વર્ષોથી એક હથ્થુ શાસન કરનાર કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા ધોબી પછાડ આપીને પંચાયત હસ્તગત કરી ઇતિહાસ રચી દેવામાં આવ્યો છે. ત્યારે ભાજપ મોવડી મંડળ દ્વારા જ્ઞાતિ સમીકરણના આધારે પ્રમુખ તરીકે પાટીદાર તેમજ ઉપ-પ્રમુખ તરીકે ક્ષત્રિય નેતા પર કળશ ઢોળી આજે ગાંધીનગર જીલ્લા પંચાયતના ફોર્મ ભરવામાં આવ્યા હતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભગવો લહેરાયા બાદ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે કોની વરણી થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચાર ચાર સભ્યોના નામ બંધ કવરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પાટીદાર અને ક્ષત્રિય જ્ઞાતિના ઉમેદવારની પસંદગી કરતા તમામ અટકળોનો અંત આવી ગયો છે. ભાજપ પ્રમુખ તરીકે સાદરા સીટ પરથી વિજેતા બનેલા ચંદ્રાલા ગામના દિલીપ પટેલ તેમજ ઉપ- પ્રમુખ પદે સાણોદા બેઠક પરથી વિજેતા બનેલા નાદોલ ગામના ગુણવંત પિથૂસિંહ ચાવડાના નામ પર કળશ ઢોળવામાં આવ્યો છે. અને ચૂંટણીની ઔપચારિકતાના ભાગરૂપે આજે ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા.

Read About Weather here

ઉપરાંત દંડક તરીકે પિના ચૌધરીએ પણ ઉમેદવારી નોંધાવી હતી. આવતીકાલે કલેકટરના અધ્યક્ષ સ્થાને મળનારી સામાન્ય સભામાં આના માટે મત પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ચૂંટાયેલા સદસ્યો હાથ ઊંચો કરીને પોતાનો મત આપશે. જોકે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી આ પ્રક્રિયા એક ઔપચારિક બની રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here