ગાંધીનગર ગિફટ સિટીમાં આઇટીઆઇ શરુ થશે

G-Nagar Gift City-ગિફટ
G-Nagar Gift City-ગિફટ

Subscribe Saurashtra Kranti here

ગિફટ સીટી એરોસ્પેસ, એવીએશન, બેક્રીંગ, હેલ્થકેરના કોર્સ ભણાવાશે

ગિફટ સીટી હાલમાં ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાયનાન્શીયલ સર્વિસિસ સેન્ટર બનવા જઈ રહૃાું છે. ગિફટ સીટી ખાતે એરોસ્પેસ એવીએશન, બેક્રીંગ ફાયનાન્સ, સર્વિસ-ઈન્શ્યોરન્સ, ઈલેક્ટ્રોનિક્સ, ઓફિસ એડમીનીસ્ટ્રેશન, ફેસીલીટી મેનેજમેન્ટ, હેલ્થકેર તથા આઈ.ટી. વગરે સેક્ટરના સી.ટી.એસ. અંતર્ગત લાંબાગાળાના નોન એન્જીનીયરીંગ વ્યવસાયો તથા ટુંકા ગાળાના સર્વિસ સેક્ટરના વ્યવસાયો શરૂ કરવાના આયોજન સાથે નવી આઈ.ટી.આઈ. શરૂ કરવા માટે જમીન માટે થનાર ખર્ચ માટે રૂા.૧૦૦ લાખની બજેટ જોગવાઈ નાણાકીય વર્ષ-૨૦૨૧-૨૨માં નવી બાબત તરીકે કરવામાં આવી છે.

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા કુલ ૧૭ લાખ પાંચ હજાર ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. જે પૈકી ૫૩૯૪ રોજગાર ભરતીમેળાના આયોજન થકી ૧૦ લાખ ૪૫ હજાર ૯૨૪ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના નવયુવાનો વધુપ્રમાણમાં લશ્કરમાં ભરતી થાય અને ફરજની સાથે સાથે રોજગારી પણ મેળવી શકે તે માટે આ વિભાગ મારફત ૩૦ દિવસની નિવાસી તાલીમ આપવામાં આવે છે. તેમજ ૧૦૦ રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે.

Read About Weather here

રોજગાર કચેરીઓ મારફતે ૨૦૧૭ના વર્ષ માટે સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે. મીનીસ્ટ્રી ઓફ સ્ટેટીસ્ટીક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન, ભારત સરકાર દ્વારા જુન-૨૦૨૦ માં બહાર પાડવામાં આવેલ પીરીયોડિક લેબર ફોર્સ સર્વેના વાર્ષિક રિપોર્ટ અનુસાર ૧૫થી ૨૯ વર્ષની વયમર્યાદામાં થયેલ સર્વે અનુસાર દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારીનો દર સૌથી નીચો ૮.૪ છે. જે સમગ્ર દેશના રાજયોમાં સૌથી નીચો દર છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here