ગાંધીનગર ખાતે ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાન બનશે

16

નીતિન પટેલે રાજ્યના ૧૮૨ ધારાસભ્યો માટે બજેટમાં મોટી જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૧-૨૨થી ધારાસભ્યની ગ્રાન્ટ પૂન શરૂ કરવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખી કરકસરના ભાગરૂપે ગ્રાન્ટની ફાળવણી મોકૂફ રખાઇ હતી. આ જાહેરાત થતાં ધારાસભ્યોમાં ખુશીની લાગણી ફરી વળી છે.

આ સાથે જ નાણામંત્રી નીતિન પટેલે ધારાસભ્યો માટે વધુ એક મોટી જાહેરાત પણ કરી છે. રાજ્ય સરકારના બજેટમાં ધારાસભ્યો માટે નવા નિવસ્થાન બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે નવા સદસ્ય નિવાસસ્થાન બનાવવામાં આવશે.