ગાંધીનગર કોર્ટમાં એક ન્યાયાધીશ સહિત ચાર કોરોના પોઝિટિવ

101
G-Nagar-Court-ગાંધીનગર
G-Nagar-Court-ગાંધીનગર

Subscribe Saurashtra Kranti here

ગાંધીનગર શહેર રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહૃાા છે

ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો બાદ ગાંધીનગર કોર્ટમાં પણ કોરોનાએ પગ પેસારો કરી દીધો છે. ગાંધીનગ કોર્ટના બે વકીલોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે એક ન્યાયાધીશ અને એક સ્ટેનોનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોર્ટ પરિસરમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે હાલમાં કોર્પોરેશન દ્વારા કોર્ટના અન્ય ન્યાયાધીશો તેમજ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરી દેવાયા છે.

ગાંધીનગર શહેર રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહૃાા છે. ત્યારે કોર્ટમાં પણ કોરોનાએ પગ પેસારો કરતા વકીલો સ્ટાફને ન્યાયાધીશોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. કોરોના કાળ દરમિયાન કોર્ટ બંધ કરી દેવાતા વકીલોની હાલત કફોડી બની જવા પામી હતી. એકાદ વર્ષથી કામકાજ ઠપ્પ થયા બાદ હજી કોર્ટ હમણાં જ ચાલુ થઈ છે. ત્યારે કોર્ટ ખુલતા વકીલોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી ત્યાં ફરી કોરોનાએ હાહાકાર મચાવતા ચીંતા પ્રસરી ગઇ છે.

Read About Weather here

ત્યાં કોર્ટમાં બે વકીલો બાદ એક ન્યાયાધીશને પણ કોરોનાએ ભરડામાં લઈ લેતા કોર્ટ બંધ કરવાની પરિસ્થિતિ ફરી નિર્માણ થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગાંધીનગર કોર્ટમાં કોરોના કેસો સામે આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટના ન્યાયાધીશોને તેમજ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવાનું હાલમાં શરૂ કરી દેવામાં આવ્યું છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here