ગતિશીલ ગુજરાતમાં ૫ વર્ષમાં ૧ હજારથી વધુ બાળ લગ્નના થયા

60

રાજ્યમાં વિકાસની વાતો અને મહિલા સશક્તિકરણના દૃાવા વચ્ચે બાળ લગ્નના બનાવો વધ્યા છે. ૫ વર્ષમાં ૧ હજાર જેટલા બાળ લગ્નના બનાવો સામે આવ્યા છે. આ તો માત્ર સત્તાવાર આંકડો છે કે જે પોલીસ ચોપડે પહોંચ્યા છે. સત્તાવર આંકડો તો ઘણો ઉંચો હોઈ શકે છે. રાજકારણથી લઈને બૉલીવુડ સુધી તમામ જગ્યાએ મહિલાઓને સ્થાન અને પ્રતિષ્ઠા મળી છે. પણ તેમ છતાં હજુ જૂની સામાજિક પ્રથા અટકી નથી. તેમાની એક છે બાળ લગ્ન. આમ તો મહિલાઓ લગ્ન માટે ૧૮ વર્ષની ઉમર નક્કી કરાઈ છે તેમ છતાં આધુનિક યૂગમાં પણ જૂની સામાજિક પરંપરારના કારણે બાળ લગ્નના કેસો ગુજરાતમા વધી રહયા છે.

મહિલાઓ માટે શરૂ કરેલી અભયમના આંકડા પર નજર કરીયે તો ગુજરાતમાં દૃર વર્ષે ૧૭૫ જેટલા બાળ લગ્નના બનાવો સામે આવે છે. આમ ચાઈલ્ડ મેરેજ ૨૦૧૫ની સરખામણી ૨૦૧૯ મા ૨૫ ટકાનો વધારો થયો છે. એક અંદાજ પ્રમાણે દર ૨ દિવસે ગુજરાતમાં એક બાળ લગ્ન થાય છે. દર વર્ષે ૧૭૫ જેટલા બાળ લગ્ન થાય છે. અનેક કિસ્સાઓમાં તો આશા વર્કર અને શાળાના શિક્ષકો ફોન કરીને આવા લગ્ન થતા અટકાવે છે. જોકે શિક્ષણનો આભાવ અને ઓછી સમજણના કારણે આ પ્રકારના ચાઈલ્ડ મેરેજના બનાવ વધતા હોય છે.

ના માત્ર અભયમ પણ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે ગુજરાતમાં ૨૧.૮ ટકા મહિલાઓ ૧૮ વર્ષ પહેલા લગ્ન કરે છે. જેમાં શહેરી વિસ્તારમાં ૧૪.૨ ટકા, જ્યારેગ્રામ્ય વિસ્તારમાં ૨૬.૯ ટકા મહિલાઓના ૧૮ પહેલા  જ લગ્ન કરી દેવામાં આવે છે. ખાસ કરીને આશા વર્કર શિક્ષક આવા લગ્નને લઈને લોકોમમાં જાગૃતતા લવામાટે કામ પણ કરે છે. આમ સમય જતા ટેક્નોલોજી અને આપડે સ્માર્ટ ભલે બન્યા હોય પણ હજુ પણ કેટલાક સામાજિક રિવાજો  ઘર કરીને બેઠા છે. જેના કારણે બાળ લગ્નના બનાવો સામે આવે છે.