રાજકોટમાં જામનગર રોડ પર “નંદનવન કા રાજા” ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગઈ કાલે સાંજે ત્યાંના આયોજકો અને સોસાયટીના રહેવાસીઓના આમંત્રણને માન આપીને આમ આદમી પાર્ટીનાં ગુજરાત પ્રદેશ મંત્રી અજીતભાઈ લોખિલ, યુવા મોરચાનાં સહ મંત્રી વિજયસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા મહામંત્રી જતીનભાઈ પટેલ, રાજકોટ શહેર યુવા મોરચા પ્રમુખ પ્રભતભાઈ હુંબલ, વિધાનસભા ૬૬ સંગઠન મંત્રી મહિપાલસિંહ જાડેજા, રાજકોટ શહેર યુવા મોરચા ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા સહિતનાં “આપ”ના આગેવાનોએ ગણપતિ મહોત્સવમાં હાજરી આપીને આરતીનો લાભ લીધેલ.
આ કાર્યક્રમમાં આયોજકો દ્વારા આપના આગેવાનોનું સામૈયું કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
નંદનવન સોસાયટીમાં ગણપતિ સ્થાપનનું ભવ્ય આયોજન આ જ સોસાયટીનાં ધ્રુવ આહીર, દિવ્યરાજસિંહ જાડેજા, માધવ મિયાત્રા, ધનરાજસિંહ વાઘેલા, કર્મરાજસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ વાળા, આર્યન ચૌહાણ, હિમાંશુ ગોંડલિયા, પાર્થ આહીર, ધીરજ ચાહર, દક્ષરાજસિંહ વાઘેલા, અભીરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ ઝાલા, પાર્થ દવે, ઈશ્વરાજસિંહ વાઘેલા, બ્રીજરાજસિંહ ગોહિલ, કાનભાઈ શાહ, જાનવીબેન આહીર, રીટાબેન પટેલ, નંદીનીબા ઝાલા, નમ્રતાબા ઝાલા, શિવાનીબા વાઘેલા, નીશાબા જાડેજા, જાનકીબા ઝાલા, મેઘનાબા જાડેજા, રિધ્ધિબા જાડેજા સહિતના રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યું છે.
Read About Weather here
આ સ્થાપનમાં દરરોજ સવાર સાંજ ગણપતિ બાપ્પાની આરતી કરવામાં આવે છે અને રોજ અલગ અલગ કાર્યક્રમો જેવા કે સત્ય નારાયણ ભગવાનની કથા, ૧૦૮ અન્નકૂટ પ્રસાદ, રંગોળી સ્પર્ધા, સત્સંગ, ધુન અને રાસ ગરબાનું પણ ખૂબ સરસ આયોજન કરવામાં આવી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here