ખેરગામમાં કોલસા ભરેલો ટ્રક પલટી જતાં ચાલકનું મોત

49

નવસારીના ખેરગામમાં એપીએમસી પાસે વળાંકમાં ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રક પલટી જતા એક સમયે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે બાદૃમાં પોલીસે સ્થિતિ સામાન્ય બનાવી હતી.

બનાવની મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે ૫થી ૫.૩૦ વાગ્યાના અરસામાં ખેરગામમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે પર એપીએમસી પાસે એક ટ્રક પલટી મારી ગયો હતો. વળાંક પર ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક પલટ્યો હતો. ટ્રક પલટી જતાં લોકો એકઠા થયા હતા અને બનાવ અંગે ૧૦૮ની ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું.

કોલસો ભરીને આ ટ્રક સુરતથી નાસિક તરફ જતો હતો એ સમયે અકસ્માત થયો હતો. ટ્રક પલટી મારી જવાથી કોલસો રસ્તા પર ઢોળાયો હતો. જેના કારણે હાઇવે થોડો સમય માટે બ્લોક થઇ ગયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. નોંધનીય છેકે, વાંસદા, ડાંગ તરફ જતા સ્ટેટ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી સવારના સમયે અકસ્માત થવાની સંખ્યામાં વધારો થયો છે. ૨ જાન્યુઆરીએ પણ આલીપોર ડેરીમાં દૃૂધ ભરવા જઇ રહેલું ટેક્ધર પલટી મારી ગયું હતું.

Previous articleઆઠ વર્ષની બાળકીના અપહરણ-છેડતી મામલે કોર્ટે આરોપીને ત્રણ વર્ષની કેદ ફટકારી
Next articleજાફરાબાદના દરિયામાં બોટ પથ્થર સાથે અથડાતા બે ટુકડા: આઠ ખલાસીનો બચાવ