ભરૂચના જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ખેડૂત બિલનો વિરોધ અને સ્કૂલોમાં પ્રથમ સત્રની સંપૂર્ણ ફી માફીની માંગ સાથે ધરણા કર્યાં હતા. આ સમયે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના ૨૦ જેટલા કાર્યકરો અને અગ્રણીઓની અટકાયત કરી હતી. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા પ્રમુખ પરિમલિંસહ રણાની આગેવાનીમાં કોંગ્રેસે ખેડૂત બિલ અને ફી માફી મુદ્દે ધરણા યોજ્યા હતા અને ભાજપ સરકાર સામે પોસ્ટર્સ સાથે ભારે સૂત્રોચ્ચારો કર્યાં હતા.
વિરોધ પ્રદૃર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અન કાર્યકરોની પોલીસે અટકાયત કરવાનું શરૂ કરતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે પોલીસે કોંગ્રેસના ૨૦ જેટલા કાર્યકરો-અગ્રણીઓની અટકાયત કરી હતી. સરકાર ખેડૂત વિરોધી બિલ લાવીને હરિયાળી ક્રાંતિને નામશેષ કરવાનું ષડયંત્ર કરી રહી છે.કોંગ્રેસ અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર પોલીસ દૃમન દ્વારા ખેડૂતોનો અવાજ દૃબાવી નાખવાનો પ્રયાસ કરી રહી છે અને ખેડૂત વિરોધી બિલ લાવીને હરિયાળી ક્રાંતિને નામશેષ કરવાનું ષડયંત્ર કરી રહી છે.
બીજી તરફ રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોની માત્ર ૨૫ ટકા ફી માફ કરીને ગુજરાતના વાલીઓનો ઉપહાસ કર્યો છે. આ સંજોગોમાં અમે પ્રથમ સત્રની ૧૦૦ ટકા ફી માફીની માંગણી સાથે આજે વિરોધ પ્રદૃર્શન કર્યું છે. ગુજરાત પ્રદૃેશ કોંગ્રેસ સમિતિએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદૃુર શાસ્ત્રીની જન્મજયંતિએ કિશાન-મજૂર બચાવો દિૃવસ તરીકે પાળવાનું નક્કી કર્યું હતું. જેને લઇને ભરૂચમાં આજે કોંગ્રેસે વિરોધ પ્રદૃર્શનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદૃારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહૃાા હતા.