ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે ખેડૂત આંદોલન મામલે પત્રકાર પરિષદ કરી હતી. આ દરમિયાન સીઆર પાટિલે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. સીઆર પાટિલે કહૃાુ કે ખેડૂત આંદોલન કોંગ્રેસ, આપ અને લેટ પ્રેરિત છે. ચૂંટણી સમયે લાભ લેવા માટે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ છે. દૃેશના સમજુ નાગરિકોએ તેમણે સાથ આપ્યો નથી, ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ સરકાર કરી રહી છે.
ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે કહૃાુ કે, આ બિલ ખેડૂતોના હિતમાં છે, કોંગ્રેસ દ્વારા ક્યારેય ખેડૂતોના હિતની વાત કરવામાં આવી નથી. વડાપ્રધાન મોદી દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવ્યા છે. આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પણ ખેડૂત સાથે પ્રોબ્લેમ થાય તો કલેક્ટર ૩૦ દિૃવસની અંદર તેનો નિર્ણય કરે અને તેને ન્યાય અપાવે તે શરત મુકવામાં આવી છે. ખેડૂતોના હિત માટે આવી વ્યવસ્થા કોંગ્રેસે ઉભી કરી નહતી, પહેલા ખેડૂતો વચેટિયાઓ અને વ્યાપારીઓ વચ્ચે જીવતા હતા. આખા દેશનું બજાર ખુલ્લુ હોય ત્યારે ખેડૂતો જ્યા પાક વેચવા માંગતા હોય ત્યા વેચી શકે તે સુવિધા અહી મળે છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહૃાુ, સરકારે જે આ પ્રોડક્શન વધાર્યા પછી તેમનો ભાવ ટકી રહે તે માટે સ્જીઁની યોજના આપી છે. કોંગ્રેસ સ્જીઁની માંગણી કરતી હતી, તે તેમના સમયમાં ક્યારેય લાગુ કરી નહી. સ્વામીનાથન રિપોર્ટમાં સ્જીઁ નક્કી કરવાની ફોર્મૂલા આપી હતી, મોદી સરકારે તેનાથી આગળ જઇને જો ખેડૂતોને ૧૦૦ રૂપિયાનો ખર્ચ થાય તો ૫૦૦ રૂપિયા પ્રોફિટ થવો જોઇએ, તે સાયન્ટીફિક પદ્ધતી અપનાવવામાં આવી છે. ખેડૂતોને કોઇ પણ પ્રકારની આર્થિક મદદ કોંગ્રેસના સમયમાં મળતી નહતી. મોદી સરકારે ૯૫૦૦ કરોડ રકમ ખેડૂતોના એકાઉન્ટમાં દર મહિને ૨-૨ હજાર રૂપિયા કરીને આપવામાં આવી છે.