ખેડૂત આંદોલનને ગુજરાતનો પડકાર, બટાકા બાદ મકાઇનું કોન્ટ્રાક્ટ ફાર્મિગ

168

કેન્દ્ર સરકારે ઘડેલા ત્રણ કૃષિ કાયદા સામે દેશમાં ખેડૂતો આંદોલન કરી રહૃાા છે. જેમાં કોન્ટ્રાક્ટ ફાર્મિગ અને મુક્ત બજારની જોગવાઇનો ભારે વિરોધ થઇ રહૃાો છે. આવા સમયમાં ગુજરાતમાં મકાઇના પાકનુ કોન્ટ્રાકટ ફાર્મિગ શરુ થયુ છે. ગુજરાતમા છેલ્લા ઘણા સમયથી બટાટાનું કોન્ટ્રાકટ ફાર્મિગ થતું આવ્યું છે અને હવે મકાઇને કોન્ટ્રાક્ટ ફાર્મિગે કાયદા સામે ચાલી રહેલા આંદોલનને પડકાર ફેક્યો છે. સામાન્ય સંજોગોમાં અમદાવાદ જિલ્લામાં ડાંગર ઘઉ અને કપાસનું વાવેતર વધારે પ્રમાણમા થાય છે.

જોકે ચાલુ વર્ષે ખાનગી કંપની ભાગ્યશ્રી સાઇલેજ દ્વારા મકાઇનુ કોન્ટ્રાક્ટ ફાર્મિગ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાના આઠ ગામના ૨૦ થી  વધારે ખેડૂતોએ ૫૫૦ વિધા એટલેકે ૩૦૦ એકરમાં મકાઇનું વાવેતર કર્યુ છે. કંપનીએ મકાઇના વાવેતર પહેલા એક કિલો મકાઇ બે રૂપિયાના ભાવે ખરીદવાનો કોન્ટ્રાક્ટ કર્યો જેમાં બીયારણ કંપની દ્વારા આપવામાં આવ્યું જેની િંકમત મકાઇના ઉત્પાદન બાદ ખેડૂતને થતી આવકમાંથી કટ કરાશે ખેડૂતોનો દાવો છે કે આ પ્રકારની ખેતી તેમને ઘઉં અને ડાંગર કરતા વધારે નફો કરાવશે. આંદોલન કરતા ખેડૂતોને અમદાવાદના ખેડૂતોએ સંદેશ પણ આપ્યો.

કંપનીના એમડી નારાણ ભાઇ ડાભીનાના કહેવા પ્રમાણે કંપની ખેડૂતને મકાઇ વાવવા માટે તથા તેના હાર્વેસ્ટીગ માટે મશીન આપશે. ખેડૂતે માત્ર ખેતર સુધી જવાનો રસ્તો તૈયાર કરવાનો રહેશે. આ સિવાય જે પાક હાર્વેસ્ટ થાય તેને વજન કાંટા સુધી લઇ જવાની જવાબદારી ખેડૂતની રહેશે. ખેડૂતના કહેવા પ્રમાણે એક વિધામાંથી ૪૦ કે ૫૦ મણ ઘઉનું ઉત્પાદન થાય જેની બજાર કિમત સરેરાશ ૩૫૦ આકવામાં આવે તો આવક ૧૪૦૦૦ થાય જેની સામે મકાઇનું એક વિઘાનુ ઉત્પાદન ૭૦૦ થી ૮૦૦ મણ થાય જેની બજાર કિમત ૪૦ રૂપિયા આકતા આવક ૩૨૦૦૦ સુધીની થાય છે.

Previous articleરાજકોટમાં પોતાના મામાજીની પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર જમાઇ ઝડપાયો
Next articleઘોઘમ્બા તાલુકામાં આદમખોર દીપડાનો આતંક, ૧૧ દિવસમાં ૫ હુમલા, ૨ મોત