પ્રાંતિજ તાલુકા પંચાયતની દલાની મુવાડી બેઠક પર કોંગ્રેસનો વિજય.કોંગ્રેસના અમૃતબા ઝાલાનો વિજય. તો બાલીસણા બેઠક પર ભાજપના ભૂરીબેન ચૌહાણનો વિજય થયા છે. હિંમતનગર તાલુકા પંચાયતની જાંબુડી બેઠક પર કોંગ્રેસના વિરેન્દ્રિંસહ મકવાણાનો વિજય થયો છે. તાલુકા પંચાયતની ચિઠોડા અને ચિતરીયા અને ઈટાવડી બેઠક પર ભાજપની જીત. કોંગ્રેસ દંડક તેમજ ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્ર્વિન ભાઈ કોટવાલના પુત્ર યશ કોટવાલની હાર થઈ છે.
વિજયનગર તાલુકા પંચાયતની ચિતરીયા બેઠક પર ભાજપના કિષ્ણકુમાર પંચાલ વિજય થયા છે. વિજયનગર તાલુકા પંચાયતની ચિઠોડા બેઠક પર કોંગ્રેસના ઇલાબેન બલાતનો વિજય. હિંમતનગર તાલુકા પંચાયતની બળવંતરપુર બેઠક પર ભાજપના ઉષાબેન વૈધનો વિજય. પ્રાંતિજ તાલુકા પંચાયતની ધડકણ બેઠક પર અપક્ષ ના તુષારકુમાર વીનુભાઇ પટેલનો વિજય. તો ભિલોડા તાલુકા પંચાયતની ભિલોડા-૧ પર ભાજપના ઉમેદવાર લક્ષ્મીબેન નટુભાઈ ગામેથી વિજેતા થયા.
હિંમતનગર નગરપાલિકામાં ૪ બેઠક ભાજપે જીતી છે. ભાજપના મનીષાબેન પરમાર,વીણાબેન શેખાવત,કલ્પેશભાઈ સાખલા,રાજેશભાઈ શર્મા નો વિજય.જ્યારે ૫ બેઠક બિનહરીફ જાહેર થઈ છે. તો પ્રાંતિજ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. પ્રાંતિજ તાલુકા પંચાયતની બાલીસણા સીટ ભાજપ વિજય જાહેર થયા છે. તલોદ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં બંને બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભાજપના ઇશ્ર્વરિંસહ મકવાણા અને કૌશલભાઈ ગજ્જરનો વિજય થયો છે. પ્રાંતિજ તાલુકા પંચાયતની બાલીસણા બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભાજપના ભૂરીબહેન ચૌહાણ વિજેતા જાહેર થયા છે.