ખૂન કેસમાં પેરોલ પરથી છુટીને આવેલા પતિએ પૂર્વ પત્નીના ઘર પર હુમલો કર્યો

64

જૂનાગઢમાં ખૂન કેસમાં જેલમ રહેલા અને હાલ પેરોલ પર છુટીને આવેલા શખ્સે તેની પૂર્વ પત્નીના ઘરે જઇને લોખંડના પાઈપ વડે હુમલો કરીને ઈજા કર્યાની ફરિયાદ પોલીસ દતરે નોધાઇ છે. જૂનાગઢમાં સુખનાથ ચોકમાં પીસોરી ફળિયામાં રહેતી સીમરબેન ઇકબાલભાઈ ખોખર (ઉ.૨૨) ના ત્રણ વર્ષ પહેલા હમીદ હુસેન યુસુફ હંગોરા નામના શખ્સ સામે લગ્ન થયા હતા, બાદમાં પતિ એક ખૂન કેસમાં જેલમાં હતો, ત્યારથી સીમરબેન તેના માતા-પિતાના ઘરે રહેવા આવી ગયેલ અને પતિ સાથે છુટાછેડા કરી નાખ્યા હતા.

ત્યારે ૬૬ માસ પહેલા પતિ જેલમાંથી પેરોલ પરથી છુટીને બહાર આવ્યો હતો. ત્યારે ગતરાતે તેઓ ઘરે હતા ત્યારે હમીદે સીમરના ઘરે આવીને બહાર આવવા બુમ પડતા તેણીએ ના પડતા ઉશ્કેરાઈને હમીદે લોખંડના પાઈપ વડે હુમલો કરીને માર મારીને મને તો સજા પડી ગયેલ છે, જેથી તને પણ જીવતી રહેવા દેવી નથી કહીને ધમકી દીધાની ફરિયાદ એ ડીવીઝન પોલીસમાં નોધાઇ છે.