ક્રિકેટ સ્ટેડિયમમાં ભીડ કોરોનાના કેસો વધારી શકે છે: સિવિલ હોસ્પિ.સુપ્રિ. (17)

8
MODI-STADIUM-CORONA-PUBLIC
MODI-STADIUM-CORONA-PUBLIC

Subscribe Saurashtra Kranti here.

ક્રિકેટ સ્ટેડિયમમાં ભીડ

અમદાવાદમાં વધતા કોરોનાના કેસોએ ડોક્ટરોની ચિંતા વધારી છે. ત્યારે સિવિલના એડિશનલ સુપરિટેન્ડેન્ટ રાકેશ જોશીએ ચિંતા વધારનારું નિવેદન આપ્યું છે.

સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, ક્રિકેટ સ્ટેડિયમમાં ભીડ કોરોનાના કેસોને વધારી શકે છે. આ સાથે જ એવું પણ જણાવ્યું હતું કે, આ પ્રકારે ભીડ થશે તો કોરોનાની ત્રીજી લહેર દૃૂર નથી.

ડો.રજનીશ પટેલે એવું પણ જણાવ્યું હતું કે, સિવિલ તંત્ર દ્વારા વધતા કેસ સામે તૈયારી પૂર્ણ કરી દૃેવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ૮૬૭ દર્દીઓ છે. અમદૃાવાદૃમાં ૧૫ દિવસમાં દર્દીઓનો ધસારો બમણો થયો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને સુરત ફરીવાર કોરોનાનું કેન્દ્ર બની રહૃાા છે અને સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરોમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે તો તકેદારીના ભાગરૂપે કોવિડ-૧૯ના નિમયોનું પાલન ગંભીરતા પૂર્વક થાય તે માટે પગલા લેવામાં આવી રહૃાા છે.

સુરતમાં શાળા અને કોલેજો શરૂ થતાંની સાથે જ કોરોનાના કેસમાં વધારો થઈ રહૃાો છે. ત્યારે મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ સૂચન કર્યું છે ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે.

Read About Weather here

સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ સૂચન કરવામાં આવ્યું છે. કોચીંગ ક્લાસીસને પણ ઓનલાઈન કરનવામાં આવે તે માટે સૂચન કરવામાં આવ્યું.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here