જ્યારથી કોરોના મહામારી દેશમાં પ્રવેશી છે ત્યારથી સરકાર અને પોલીસ સતત સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરીને જ બહાર નીકળવાની અપીલ કરી રહી છે. માસ્ક ન પહેરનારા લોકો પાસેથી પોલીસ દંડ વસૂલી રહી હોવા છતાં કેટલાક લોકો તેના ધજાગરા ઉડાડતાં જોવા મળી રહૃાા છે. અમદાવાદમાં પણ દીવાળી બાદ કોરોનાના કેસ વધતાં પોલીસે લોકોને સીધા કરવા માટે ડ્રાઈવ હાથ ધરી છે. આ દરમિયાન મંગળવારે માસ્કનું ઉલ્લંઘન કરવાના ૩,૯૭૮ ગુના નોંધાયા હતા. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
આ સિવાય, શહેરમાં ડિસેમ્બર મહિનામાં માસ્કના ગુનાઓમાં સતત વધારો નોંધાયો છે. અમદૃાવાદૃમાં દૃર ૩૦ સેકંડે સરેરાશ એક વ્યક્તિ રસ્તા પર માસ્ક વગર પકડાય છે. શહેર પોલીસના એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, માસ્ક ન પહેરવા બદૃલના ૩,૯૭૮ કેસ નોંધાયા છે, જેના દંડ પેટે ૩૯.૭૮ લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.
’ડિસેમ્બરમાં પોલીસે મોટાભાગના દિવસોમાં ઓછામાં ઓછા ૩ હજાર કેસ નોંધ્યા હતા. જે સૂચવે છે કે, લોકો હજુ પણ માસ્ક પહેરતા નથી અને પોલીસે આવા ગુનેગારોને પકડવા માટે તેમની ઝુંબેશ તીવ્ર બનાવી દીધી છે’, તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે કહૃાું કે, પહેલી ડિસેમ્બરથી લઈને ૧૫મી ડિસેમ્બરની વચ્ચે માસ્ક ન પહેરવા બદલ ૪૦,૫૭૮ ગુના નોંધાયા હતા. અને ગુનેગારો પાસેથી ૪.૦૫ કરોડ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો.
પોલીસે વીકએન્ડ દરમિયાન માસ્ક ન પહેરતા લોકોને પકડવા માટે પણ ડ્રાઈવ હાથ ધરી છે. ’અમે કેટલાક એવા વિસ્તારો અને હોટસ્પોટ્સને શોધ્યા છે જ્યાં લોકો સામાન્ય રીતે માસ્ક પહેર્યા વગર મોટી સંખ્યામાં ભેગા થાય છે. માસ્ક કેસ નોંધવા માટે આવા વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવે છે’, તેમ પોલીસ અધિકારીએ કહૃાું.
પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનોને માસ્ક ન પહેરવા બદલ દરરોજ ઓછામાં ઓછા ૮૦ ગુના નોંધવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જે ગુનાઓની સંખ્યામાં પણ પ્રતિબબિત થાય છે.