કોવિડ સેન્ટરમાં સેવાકીય પ્રવૃતિઓ થકી મહેકી માનવતા

કોવિડ સેન્ટરમાં સેવાકીય પ્રવૃતિ
કોવિડ સેન્ટરમાં સેવાકીય પ્રવૃતિ

સવારે દર્દીને નારિયેર પાણી કોવિડ સેન્ટરના સ્ટાફ ને લીંબુ પાણી, દર્દીના સગાઓ અને હાજર હોય તે તમામને બપોરનું ભોજન

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કે.જી.બી.વી.માં કોવિડ સેન્ટર ચાલુ કર્યું

દેશભરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે ત્યારે વિંછીયા તાલુકો પણ એકદમ સેન્સીટીવ બની જવા પામ્યો હતો તેવા સમયે પા.પૂ. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કે.જી.બી.વી.માં કોવિડ સેન્ટર ચાલુ કરાવતા ઇન્ફેક્ટેડ દર્દીઓને સારવારમાં મહદ્ અંશે રાહત થવા પામી હતી પરંતુ દર્દીઓ અને તેમના સગાવહાલાઓને ચા-નાસ્તો જમવાની જરૂરિયાત વિંછીયાના યુવાનોને ધ્યાને આવતા ગણ્યા-ગાંઠ્યા યૂવાનો દ્વારા એક ગૃપની રચના કરી દર્દીઓ, તેમના સગાવહાલાઓ અને તબીબી સ્ટાફને બધી જરૂરિયાત પુરી પાડવાનું એક અભિયાનનો પ્રારંભ કરવામા આવ્યો.

ચા-નાસ્તો, લીંબુ શરબત, નાળીયેર પાણી અને બે ટાઇમનું ભોજન

અભિયાનનો પ્રારંભ તો કરી દેવામાં આવ્યો પરંતુ આ ભગીરથ કાર્યના ખર્ચને કેવી રીતે પહોંચી વળવુ..? પરંતુ કહેવાય છે ને કે સારી ભાવના અને માનવસેવાના ભાવે શરૂ કરાયેલ કાર્યમાં તો ઇશ્વરને પણ મદદે દોડી આવવુ પડે. અને ખરેખર બન્યુ પણ એમ જ.

જેમ જેમ લોકોને જાણ થતી ગઇ તેમ તેમ દાનની સરવાણી વહેવા માંડી અને રોકડ રકમની સાથે બકાલુ, છાશ, કરીયાણુ સહિતની વસ્તુઓ પણ દાનરૂપે આવવા લાગી.

Subscribe Saurashtra Kranti here

હાલની પ્રવર્તમાન સ્થિતિએ વિંછીયાની મોટા ભાગની રેસ્ટોરન્ટ – લોજ બંધ છે અને વિંછીયા તાલુકા અને અન્ય બહારથી આવતા પેશન્ટ અને તેમના સગાઓને તેમજ કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતા બહાર ગામના સ્ટાફ મિત્રો ડોકટર-નર્સ વગેરેને જમવાની ,ચા-પાણી , નારિયેર પાણી વગેરે તેમની જરૂરિયાત મુજબ સહયોગ ગૃપ દ્વારા ઓમકાર સ્કુલના રસોડે રસોઇ તૈયાર કરી કોવિડ સેન્ટરના ભોજન સ્થળે નિશુલ્ક સેવા આપવામાં આવી રહી છે.

સવારે દર્દીને નારિયેર પાણી કોવીડ સેન્ટરના સ્ટાફ ને લીંબુ પાણી, દર્દીના સગાઓ અને હાજર હોય તે તમામને બપોરનું ભોજન. બપોરે બધાને ચા-પાણી, સાંજે દર્દીના સગાઓ અને હાજર હોય તે તમામને રાત્રીનું ભોજન.

મોડી રાત્રે કોવિડ હોસ્પિટલ સ્ટાફને ચા-નાસ્તો… હાલમાં પ્રતિદિન અંદાઝીત રૂ. 15000/- નો ખર્ચ થઇ રહ્યો છે ત્યારે આ ભગીરથ કાર્યમાં વિંછીયા અને વતનની બહાર વસેલા વતનપ્રેમીઓ તેમજ અન્ય સેવાભાવી લોકોનો ખુબ સહયોગ મળી રહ્યો છે કોઈ તેલના ડબ્બા , બેસન લોટ તેમજ અન્ય ખાદ્ય સામગ્રી પંહોચાડે છે અને આ આવી પડેલ વિપદામાં માનવસેવાની જ્યોત પ્રજ્વલિત થઇ છે તે હમેશા બરકરાર રહે તેવી લોકો ઇશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે.

Read About Weather here

ગૃપના સાગર જસાણીએ જણાવ્યુ હતુ કે કોરોનાકાળમાં સ્થાપિત આ ગૃપ ભવિષ્યમાં વટવૃક્ષ બની આવનારી કુદરતી કે કોઇપણ આફતમાં લોકોની ખડેપગે સેવામાં ઉભા રહેવાની હાકલ કરી છે. આ સેવાકિય કાર્યમાં સાગર જસાણી, વલ્લભ ઝાંપડીયા, રમેશ રાજપરા, મહંમદી લક્ષ્મીધર, અજય મહેતા, જયદિપ શ્રવણ, ધાર્મિક ચૌહાણ, કાન્તી તાવિયા, નિર્મળ પટેલ,ઉમેશ પટેલ, પાર્થ ભુરો, હારીશ સરવૈયા, અલ્ફાઝ સરવૈયા, અજય, ભગુ, દિનેશ સહિતના અનેક નામી અનામી યુવાનોએ પોતાના ઘરની પરવા કર્યા વગર સેવા આપી રહ્યા છે. આ માનવસેવાના ભગીરથ કાર્યમાં સહભાગી થવા ઇચ્છતા લોકોએ નિચે આપેલા નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. સંપર્ક:- 9428545555 9106566823 9427270502

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here