કોરોના: સરકારે શહેરની ખાનગી હોસ્પિટલોને રૂ.૧૫૨.૩૨ કરોડ જેટલી માતબર રકમ ચૂકવી

13
corona-hospital-હોસ્પિટલો
corona-hospital-હોસ્પિટલો

કોરોનાકાળમાં સરકારી હોસ્પિટલોમાં બેડ પણ મળતા ન હતાં તે પરિસ્થીતીમાં રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં સરકારી કવોટામાં બેડ અનામત રાખીને દર્દીઓની સારવાર કરી હતી. અમદાવાદ શહેરમાં ૪૦થી વધુ ખાનગી હોસ્પિટલો સાથે મ્યુનિસિપલ કોર્પોરેશને જોડાણ કરીને કોરોનાના દર્દીઓને સારવાર આપવા નક્કી કર્યુ હતું ત્યારે કોરોનાના દર્દીઓને સારવાર આપવા બદલ રાજ્ય સરકારે શહેરની ખાનગી હોસ્પિટલોને રૂા.૧૫૨.૩૨ કરોડ જેટલી માતબર રકમ ચૂકવી છે.

અમદાવાદ સહિત રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારના ખર્ચનો આંક એક હજાર કરોડને આંબી જાય તેવી શક્યતા છે. તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. કોરોનાના દર્દીઓની સંખ્યા છુપાવવામાં આવી રહી છે તેવો વિપક્ષનો આક્ષેપ છે ત્યારે વિધાનસભામાં રાજ્ય સરકારે માહિતી આપી છેકે, જિલ્લાઓમાં કોરોનાના દર્દીઓ માટેખાનગી હોસ્પિટલોમાં ૪,૮૦૨ બેડ અનામત રાખવામાં આવ્યા હતાં.

આ જિલ્લા કક્ષાની ખાનગી હોસ્પિટલોને કોરોનાના દર્દીઓને સારવાર આપવા માટે રૂા.૫૪.૧૨ કરોડ ચૂકવ્યા હતાં. રાજ્ય સરકારે ગૃહમાં આપેલી માહિતી મુદ્દે વિપક્ષે એવા સવાલો ઉઠાવ્યાં છેકે, ૩૧ ડિસેમ્બર,૨૦૨૦ સુધી અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં સરકારી કવોટામાં ૫૯,૯૯૩ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.