કોરોના વેક્સીનને મંજૂરી ગર્વની વાત,વૈજ્ઞાનિકોએ દર્શાવ્યો આત્મનિર્ભર ભારતનો જુસ્સો

62

વડાપ્રધાન મોદીનું નિવેદન

કોવિડ ૧૯ માટેની બે રસીના ઈમર્જન્સી યુઝને મંજૂરી મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. પીએમએ ટ્વીટ કરીને કહૃાું કે, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકની વેક્સિનને ડીસીજીઆઈએ મંજૂરી આપ્યા બાદ કોરોના મુક્ત રાષ્ટ્ર બનવાનો રસ્તો સાફ થયો છે.

વડાપ્રધાને ટ્વીટ કરીને દેશવાસીઓને બે રસીની મંજૂરી મળવા બદલ શુભકામના પાઠવી હતી. અન્ય ટ્વીટમાં પીએમએ જણાવ્યું કે, આ જાણીને દરેક ભારતીયને ગર્વ થશે કે જે બે રસીને ઈમર્જન્સી યુઝ માટેની મંજૂરી મળી છે તે બન્ને ભારતમાં બની છે. આ બાબત આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે આપણા વિજ્ઞાનીઓની ઉત્સુક્તા દર્શાવે છે જેમના મૂળમાં કરૂણા અને સેવા છે.

Previous articleગાઢ ધૂમ્મસના કારણે ઉ.પ્રદેશમાં એક્સપ્રેસ-વે પર ૨૦ વાહનો વચ્ચે અકસ્માત
Next articleનાઈજિરિયાના માલીમાં મોટો આતંકી હુમલો, ૭૦ના મોત નીપજ્યા