કોરોના ‘લોક’, ગુજરાત ‘અનલોક’

કોરોના 'લોક', ગુજરાત 'અનલોક'
કોરોના 'લોક', ગુજરાત 'અનલોક'

આજથી રાજયમાં જનજીવન ફરી જોશભેર ધબકતુ થયું, શાળા-કોલેજો, વેપાર-ધંધા, અદાલતો શરૂ

તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં પુરા સ્ટાફ સાથે કામગીરી શરૂ, આજથી ગુજરાતમાં નવા શૈક્ષણીક સત્રનો પણ પ્રારંભ, જો કે ઓનલાઇન અભ્યાસ થશે, તમામ શૈક્ષણીક, સરકારી, ખાનગી કચેરીઓમાં 100 ટકા સ્ટાફની હાજરી, અમદાવાદમાં સીટી બસ અને બીઆરટીએસ સેવાઓનો પુન: પ્રારંભ, અમદાવાદમાં 50 ટકા મુસાફર ક્ષમતા સાથે બસો દોડતી થઇ, ગુજરાતમાં કોરોનાના કેસો પહેલી વખત 1 હજારના આંકથી પણ નીચે આવ્યા, બીજી લહેર અંતભણી

છેલ્લા બે વર્ષથી સતત પીડા આપનાર અને મોત અને વિનાશની હારમાળા સર્જી દેનાર ભયાનક જીવલેણ કોરોના મહામારીને લોક કરવામાં અંતે ગુજરાતની ગરવી લડાયક પ્રજા અને સરકારી તંત્રને અભુતપુર્વ સફળતા સાપડી છે અને એ સાથે આજથી ગુજરાતનું જનજીવન પણ અનલોક થઇ રહયું છે. વેપાર-ધંધા, શિક્ષણ સંસ્થાઓ, સરકારી અને ખાનગી કચેરીઓ તેમજ અદાલતોમાં આજથી ફરી એક વખત પ્રવૃતિઓનો જીવન સંચાર થયો છે અને રાજયમાં જાણે કે નવો પ્રાણ આવ્યો હોય તેમ પ્રવૃતિઓથી ધમધમી ઉઠયું છે.

અમદાવાદમાં સીટી બસ સહિતનું પરિવહન શરૂ થઇ ગયું છે. ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પણ આજથી પ્રારંભ થયો છે. જો કે, અભ્યાસ હજુ ઓનલાઇન જ કરાવવામાં આવશે પરંતુ શાળા-કોલેજમાં 100 ટકા સ્ટાફ આજથી હાજર થઇ ગયો છે.

Subscribe Saurashtra Kranti here

કોરોના સામેની લડાઇમાં લોકોએ અસાધારણ મનોબળ, ખમીર અને જનુનના દર્શન કરાવ્યા છે. પ્રજાના અપ્રતિમ સહયોગ સાથે સરકાર અને દરેક અસરગ્રસ્ત જિલ્લાના વહીવટી તંત્ર તથા ખાસ કરીને હેલ્થ વર્કર જેવા તબીબી કોરોના યોધ્ધાઓના અભૂતપૂર્વ પુરૂષાર્થ અને પ્રયાસોને કારણે કોરોના મહામારીના બીજા આક્રમણને પણ આપણે મહદ અંશે નિષ્ફળ બનાવવામાં સફળ બની ગયા છીએ. જે અસાધારણ અને મહાન સિધ્ધી છે જેના કારણે આજે રાજયના જનજીવનમાં ફરીથી પ્રાણ ફુંકાયા છે અને પ્રવૃતિઓનો સંચાર થયો છે.
ગુજરાતની તમામ સરકારી, અર્ધસરકારી તેમજ ખાનગી કચેરીઓમાં 100 ટકા સ્ટાફ સાથે આજથી કામગીરી શરૂ થઇ ગઇ છે.

કોરોનાના કેસોમાં જબરદસ્ત ઘટાડો થતા રાજય સરકારે દિવસના મોટા ભાગના નિયંત્રણો હળવા કર્યા છે જો કે હજુ નાઇટ કફર્યુ ચાલુ રાખવામાં આવ્યો છે. અદાલતોમાં પણ ઓફલાઇન કામગીરી શરૂ થઇ ચુકી છે અને લાંબા સમય બાદ વકિલો કામે વળગયા છે. અદાલતમાં જજની મંજુરી હશે તો ઓનલાઇન કામગીરી પણ ચાલુ રાખી શકાશે.

અમદાવાદમાં સીટી અને બીઆરટીએસ બસ વ્યવહાર ધમધમવા લાગ્યો છે. 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે આજે જ પહેલા દિવસે 600માંથી 300 બસોના રૂટ શરૂ થઇ ગયા છે. આ રીતે અમદાવાદ મહાનગરમાં રોનક પાછી ફરી છે.

આજે સોમવારથી રાજયમાં તમામ પ્રાથમિક, માધ્યમીક તથા ઉચ્ચતર માધ્યમીક શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. પણ નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી અભ્યાસ ઓનલાઇન જ રહેશે. પણ શાળાઓમાં સ્ટાફની હાજરી 100 ટકા ફરજીયાત રાખવાની રહેશે. ધોરણ.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોસન અપાયું છે. પરંતુ ધો.11ની પ્રવેશ પ્રક્રિયામાં હજુ વિલંબ થઇ શકે છે.

Read About Weather here

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, નવા અભ્યાસ ક્રમના પાઠયપુસ્તકો 18મી જુન સુધીમાં વિદ્યાર્થીઓને મળી જાય એ માટે સુચના અપાઇ છે. પાઠયપુસ્તકો માટે વિદ્યાર્થીઓને એકઠા કરવાને બદલે ઘર બેઠા પુસ્તકો મળી જાય એ વ્યવસ્થા શાળાઓએ કરવાની રહેશે. ધો.1 થી 9નાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું પણ શરૂ કરાશે.

તમામ શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ આજથી શરૂ થઇ ગયું છે. આ રીતે લાંબા સમયથી કંટાળા જનક સ્થિતિને કારણે બોરીંગસ્થિતિમાં મુકાયેલા બાળકો અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાનો મોકો મળ્યો છે અને ઉત્સાહ ભેર ઓનલાઇન શિક્ષણમાં જોડાઇ ગયા છે.

આજે પહેલી વખત કોરોનાના કેસો 1 હજારના આંકડાથી પણ નીચે રહયા હતા. નવા માત્ર 848 કેસો નોંધાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here