સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ જે એક શક્તિપીઠ કહેવાય છે એ પણ છેલ્લા ઘણા દિવસથી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું. ધીમે ધીમે સરકારે હવે અનલોક ચાલુ થતા મહાકાળીના ભક્તો માટે ખુલ્લું મૂકી દેવાયું હતું. પરંતુ ગત રવિવારે રજાના દિવસે ૫૦,૦૦૦ માઈ ભક્તો ઉમટી પડતા કોરોના ગાઈડલાઈન, સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. જેના કારણે આજે મંદિર દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે.
યાત્રાધામ પાવાગઢ મંદિર નવરાત્રીમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે માઈ ભક્તોમાં ઉદૃાસીનતા વ્યાપી ગઈ છે. કોવિડની સ્થિતિમાં મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીમાં વધુ વસ્તી ભેગી થવાના ડરે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તળેટીમાં ભક્તો વર્ચ્યુઅલ દર્શન કરી શકશે. તેના માટે તળેટીમાં એલઇડી સ્ક્રીન મુકાશે. વર્ચ્યુઅલ દર્શન માટે આવતાં દર્શનાર્થીઓ માટે પણ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરાશે.
પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા પ્રસાશને ૧૬ ઓક્ટોબરથી ૧ નવેમ્બર સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના દર્શન માટે ૮થી ૧૦ લાખ લોકો આવે છે, જેને પગલે કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાઇ જવાની શક્યતા હોવાથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નવરાત્રી દરમિયાન મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. નવરાત્રી દરમિયાન ૧૭ ઓક્ટોબરથી યાત્રાળુઓ માટે દર્શન માટેનો સમય સવારે ૮થી ૧૧:૩૦, બપોરે ૧૨:૩૦થી ૪:૧૫ અને સાંજે ૭થી રાત્રે ૯ વાગ્યા સુધીનો રહેશે અને દરેક યાત્રાળુઓએ ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઇઝ અને સ્ક્રિિંનગ થયા પછી જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે અને ૧૦ વર્ષથી નાના બાળકો અને ૬૫ વર્ષથી વધુના સિનિયર સિટીઝનને દૃર્શન કરવા માટે ન આવવા માટે મંદિર ટ્રસ્ટે અપીલ કરી છે.