કોરોના નેગેટીવ રીપોર્ટ વગર મુંબઈથી જૂનાગઢ આવેલા 7 ઈસમોની ધરપકડ

કોરોના નેગેટીવ રીપોર્ટ વગર
કોરોના નેગેટીવ રીપોર્ટ વગર

કોરોનાનું સંક્રમણ સતત ભય જનક રીતે આગળ વધી રહૃાું છે

જૂનાગઢ રેલવે પોલીસે મુંબઈથી પ્રવાસ કરીને આવતા સાત જેટલા લોકોની અટકાયત કરી છે. કોરોના સંક્રમણ વધવાને કારણે રાજ્ય સરકારે અન્ય રાજ્યોમાંથી મુસાફરી કરીને ગુજરાત આવતાં પ્રત્યેક મુસાફરો પાસે બે દિવસ અગાઉ જે તે રાજ્યમાં કરાવેલો કોવીડ નેગેટિવ રિપોર્ટ રાખવાનો ફરજિયાત બનાવવામાં આવ્યો છે જેનો અમલ જૂનાગઢ રેલવે સ્ટેશન પર થતો જોવા મળ્યો મુંબઈથી આવેલા સાત જેટલા લોકો પાસે આ પ્રકારનો નેગેટિવ રિપોર્ટ નહીં હોવાને કારણે રેલવે પોલીસે તમામ સાતેય પ્રવાસીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

કોરોનાનું સંક્રમણ સતત ભય જનક રીતે આગળ વધી રહૃાું છે આવી પરિસ્થિતિમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવતા પ્રવાસીઓ કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગુજરાત સરકારે કેટલાક નિયમો લાગુ કર્યા છે, જે મુજબ કોઈપણ વ્યક્તિ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતી હોય ત્યારે આવી તમામ વ્યક્તિઓએ જે તે રાજયમા બે દિવસ અગાઉ કરાયેલો કોવીડ નેગેટિવ રિપોર્ટ મુસાફરી દરમિયાન રાખવો ફરજિયાત બનાવવામાં આવ્યું છે ત્યારે મુંબઈ થી જુનાગઢ આવેલા સાત જેટલા લોકો પાસે આ પ્રકારનો રિપોર્ટ નહીં હોવાને કારણે રેલવે પોલીસે તમામ સાત મુસાફરો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here