કોરોના ટેસ્ટના ભાવ ઘટયા, ગરીબ વિસ્તારોમાં સાંજના દવાખાના

કોરોના ટેસ્ટના ભાવ ઘટયા, ગરીબ વિસ્તારોમાં સાંજના દવાખાના
કોરોના ટેસ્ટના ભાવ ઘટયા, ગરીબ વિસ્તારોમાં સાંજના દવાખાના

કોરોના સામે મહાજંગ માટે મહત્વના શ્રેણીબધ્ધ પગલા જાહેર કરતી રૂપાણી સરકાર

આરોગ્ય ક્ષેત્રે સરકારનું ઐતિહાસિક પગલું

ઝૂંપડપટ્ટી અને શ્રમિક વિસ્તારોમાં સાંધ્ય કલીનિક ખોલાશે

દરરોજ સાંજે તબીબો કલીનિકમાં સેવા આપશે

આરોગ્યમંત્રી નીતિન પટેલની મહત્વની જાહેરાત

ઘરે બેઠા હવે રૂ.550માં આરટીપીસીઆર ટેસ્ટ

ખાનગી લેબોરેટરીમાં રૂ.400માં આરટીપીસીઆર ટેસ્ટ

જીલ્લાની હોસ્પિટલોમાં 17 નવા સીટી સ્કેન મશીન મુકાશે

કોરોના મહામારીના ત્રીજા મોજાના સામના માટે તેમજ રાજયની આરોગ્ય સુખ સુવિધાઓમાં વ્યાપક સુધારા કરવા માટે રૂપાણી સરકારે આજે મહત્વ પુર્ણ શ્રેણી બધ્ધ પગલા જાહેર કર્યા છે. કોરોના ટેસ્ટના ભાવ ઘટાડવામાં આવ્યા છે એટલુ જ નહીં આરોગ્યની દિશામાં એક એવી ઐતિહાસીક જાહેરાત કરવામાં આવી છે કે, રાજયના ઝુંપડપટ્ટી વિસ્તારો અને કામદાર વિસ્તારોમાં પંડીત દિન દયાલ સાંધ્ય કલીનિક શરૂ કરવામાં આવશે.

Subscribe Saurashtra Kranti here

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના આધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટની ખાસ બેઠક બાદ સરકારના મહત્વના નિર્ણયની ઘોષણા કરતા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. કોરોના ટેસ્ટના ભાવ ઘટાડવામાં આવ્યા છે. હવે ઘરે બેઠા રૂ.550માં આરટીપીસીઆર ટેસ્ટ કરી શકાશે. જયારે ખાનગી લેબોરેટરીમાં રૂ.400માં આરટીપીસીઆર ટેસ્ટ કરી શકાશે. એટલુ જ નહીં એરપોર્ટ પર ઇમરજન્સી કોરોના ટેસ્ટ હવે રૂ.2700માં કરાવી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, એસઆરસીટી ટેસ્ટનો ભાવ ઘટાડીને રૂ.2500 કરવામાં આવ્યો છે. ખાનગી લેબોરેટરીમાં એસઆરસીટી ટેસ્ટ રૂ.2500માં કરી શકાશે.

ગુજરાતમાં ગરીબો માટેની આરોગ્ય સેવામાં ક્રાંતી કારી ગણાય એવું પગલુ જાહેર કરતા આરોગ્ય પ્રધાને ઘોષણા કરી હતી કે, રાજયના દરેક ઝુંપડપટ્ટી વિસ્તારો અને કામદાર વિસ્તારોમાં પંડિત દિન દયાલ સાંધ્ય કલીનિક શરૂ કરવામાં આવી રહયા છે. જેમાં દરરોજ સાંજે તબીબો સેવા આપશે. રાજય સરકારનું આ પગલુ ગરીબ અને પછાત વિસ્તારો માટે આર્શીવાદ રૂપ બની રહેશે.

Read About Weather here

તેમણે એવું પણ જાહેર કર્યુ હતું કે, રૂ.112 કરોડના ખર્ચે જીલ્લાની હોસ્પિટલોમાં 17 નવા સીટી સ્કેન મશીનો મુકવામાં આવશે. તદ્ઉપરાંત સોલા, ગાંધીનગર અને વડોદરાની મેડિકલ કોલેજોમાં એમઆરઆઇ મશીન મુકવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં કોરોના રસીકરણ પુર જોશમાં ચાલુ જ છે. જે લાભાર્થીઓએ બીજો ડોઝ લેવાનો છે એમના માટે રવિવારે પણ રસીકરણ ચાલુ રાખવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here