કોરોના કેર સેવા કેન્દ્ર સમિતિની બેનમૂન કામગીરી

61
કોરોના કેર સેવા કેન્દ્ર
કોરોના કેર સેવા કેન્દ્ર

કોરોના કેર સેવા કેન્દ્ર સમિતિના સભ્ય જે રીતે દર્દીઓની વચ્ચે જઈને સેવા કરે છે તે જોતાં શહેર અને આજુબાજુના વિસ્તારના લોકો અભિનંદન અને આશીર્વાદની વર્ષા કરી રહ્યા છે

ભાયાવદર શહેરમાં કોરોના સામેની લડાઈમાં કોરોના કેર સેવા કેન્દ્ર સમિતિ દ્વારા છેલ્લા 20 દિવસથી કાબિલેદાદ કામગીરી કરવામાં આવે છે. રાત-દિવસ સમિતિના સભ્યો દ્વારા ભાયાવદરમાં તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાથી જે કોઈને ઓક્સિજનના બાટલાની જરૂરિયાત હોય કે ભાયાવદર સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીને દાખલ કરવાની વાત હોય કે કોઈ ગામળે ઘરે આઇસોલેટ દર્દીને ઓક્સિજનની જરૂરિયાત હોય કે કોઈપણને જમવાની તકલીફ હોય તો તેમના માટે ટિફિન વ્યવવસ્થાની વાત હોય કે કોઈ દર્દીને જિલ્લા કક્ષાએ લઈ જવા હોય તેમાં ઓક્સિજનના બાટલા અને ફ્લોમીટર કિટની જરૂર હોય કે કોરોનાને લગતી પ્રાઈવેટમાથી દવા ખરીદ કરવાની વાત હોય, PPE કીટ કે ડેડ બોડી કીટ જે કોઈ વસ્તુની જરૂરિયાત હોય તે છેલ્લા 20 દિવસથી એકદમ ફ્રી આપવામાં આવે છે.

Subscribe Saurashtra Kranti here

સમિતિના સભ્યો દ્વારા કોરોના દર્દીઓની વચ્ચે જઇ તેમની હિમ્મત વધારવાની સાથે તેમને શક્ય મદદ કરવામાં આવે છે અને આ કામને ભાયાવદરના સમાજ શ્રેષ્ઠીઑ અને દાતાઓ દ્વારા ઉદાર હાથે ફાળો પણ આપવામાં આવે છે. આજ દિવસ સુધીમાં ટોટલ ફંડ રૂ.6,62,166/- મળેલ છે અને તેમાથી આજની તારીખ સુધીમાં રૂ. 3,44,825/- ખર્ચ થયેલ છે ત્યારે આ સમિતિ દ્વારા એક અપીલ પણ કરવામાં આવી છે કે હાલ પુરતું ફંડની આવશ્યકતા નથી જેથી દાતાઓને વિદિત થવા વિનંતી તથા જ્યારે જરૂર પડશે ત્યારે શહેરના વેપારી, દાતાઓ અને ઉધ્યોગપતિઓને વિનંતી કરવામાં આવશે.

અત્યાર સુધીમાં અંદાજિત 600 થી વધારે ઓક્સિજનના બાટલા જરૂરિયાતમંદોને પુરા પાડવામાં આવેલ છે. તેમજ 23 જેટલી ફ્લોમીટર કીટ સેવામાં છે. સેંકડો ડેડબોડી કીટ ગ્રામ્ય વિસ્તારમાં ફ્રી આપેલ છે. તેમજ જરૂરિયાત મુજબના લોકોને અંદાજે 15 જેટલી PPE કીટ પણ ફ્રી આપવામાં આવેલ છે તથા ભાયાવદર તથા આજુબાજુના ગ્રામ્યવિસ્તારના લોકોને બપોરે અને સાંજે ભોજનની (ટિફિનની) પણ વ્યવસ્થા રાખેલ છે. ભાયાવદર કોરોના કેર સેવા કેન્દ્ર સમિતિના કામ માટે એક હેલ્પલાઇન નંબર સાથેની ઓફિસ પણ રાખેલ છે, ત્યાંથી આ વિસ્તારના કોરોના દર્દીઓ માટે શક્ય તમામ મદદ કરવામાં આવે છે.

ગ્રામ્ય વિસ્તારમાથી વધારે તકલીફવાળા દર્દીને જિલ્લાકક્ષાએ લઈ જવા માટે લાઈફ સપોર્ટ સિસ્ટમવાળી એમ્બ્યુલન્સ ભાયાવદરમાં ન હતી ત્યારે હાલની પરિસ્થિતી ધ્યાને લઈ ભાયાવદર શહેર ભાજપની ટીમે રાજ્ય સરકાર અને પોરબંદર સાંસદ સભ્ય રમેશભાઈ ધડુકને આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા માટે વિનંતી કરેલ તેના ફળશ્રુતિ આ વિસ્તારના સાંસદ સભ્ય દ્વારા તાત્કાલિક ધોરણે લાઈફ સપોર્ટ સિસ્ટમવાળી અંદાજે 25 લાખની કીમતની એમ્બ્યુલન્સ ભાયાવદર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ફાળવેલી.

Read About Weather here

ભાયાવદર કોરોના કેર સેવા કેન્દ્ર સમિતિના સભ્ય જે રીતે દર્દીઓની વચ્ચે જઈને સેવા કરે છે તે જોતાં શહેર અને આજુબાજુના વિસ્તારના લોકો અભિનંદન અને આશીર્વાદની વર્ષા કરી રહ્યા છે. આ સેવામાં સિદસરના ઉમિયા માતાજી મંદિર તરફથી પાંચ ઓક્સિજન મશીન પણ આ કોરોના કેર સેવા સમિતિને સેવા માટે આપેલ છે સાથે સાથે 70 જેટલા સીલીન્ડર પણ લોકોની સેવામાં ઉપલબ્ધ છે ત્યારે આ સેવા સમિતિના ઇંદ્રવિજયસિંહ ચુડાસમા, અતુલભાઈ વાછાણી, સરજુભાઈ માકડીયા, ધવલભાઈ ધમસાણીયા, જેનીશભાઈ ભોજાણી, હાર્દિકભાઇ રામાણી, હાર્દિકભાઇ રાવલ, રાજ ચુડાસમા, ભગવાનજીભાઇ પરસાણિયા,વી.સી.વેગડા, મીત લાલાણી વગેરે સમિતિના સભ્યો રાત અને દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleખેડૂતોની તાલીમ માટે માર્ગદર્શનનું નવું માધ્યમ !
Next articleસૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનું સુયોગ્ય પગલું