શિક્ષકો વધારાની 100 કલાક અભ્યાસ માટે ફાળવશે
ભૂપેન્દ્ર પટેલ સરકારનો અસાધારણ નિર્ણય, તમામ શાળાઓમાં લાગુ કરાશે
ડિસેમ્બરથી એપ્રિલ 15 સુધી અસાધારણ શૈક્ષણિક યોજના ચાલુ રહેશે
કોવિડ મહામારીનાં પગલે વિદ્યાર્થીઓનાં અભ્યાસનો ઘણો બધો સમય બરબાદ થઇ ગયો હતો. બગડેલા સમયની ખોટ ભરપાઈ કરવા માટે ગુજરાત સરકારે એક અસાધારણ, અભૂતપૂર્વક અને વિશિષ્ટ 100 કલાક સમયદાન યોજના જાહેર કરી છે.
એ મુજબ 43500 જેટલી સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી પ્રાથમિક શાળાઓ તથા 12500 જેટલી માધ્યમિક શાળાઓમાં શિક્ષણનાં બગડી ગયેલા સમયની ભરપાઈ કરવા ડિસેમ્બરથી સમયદાન યોજના શરૂ કરી દેવામાં આવી છે. જે 15 એપ્રિલ 2022 સુધી ચાલુ રહેશે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
આ વિલક્ષણ સમયદાન યોજના મુજબ રાજ્યનાં 2 લાખથી વધુ શિક્ષકો એમની શાળાકીય ફરજ પૂરી કર્યા બાદ જ બાળકોનાં અભ્યાસ માટે દરેક શિક્ષક વધારાનાં 100-100 કલાક ફાળવશે.
શાળા સમય દરમ્યાન અથવા તો એ પછી જરૂરિયાત મુજબ રવિવારે અને જાહેર રજાનાં દિવસે પણ બાળકો માટે અભ્યાસનાં કાર્યક્રમો ગોઠવી શકાશે. ધો-1 થી 5 નાં વર્ગો માટે વાંચન, ગણિત અને લેખનને પ્રાથમિકતા અપાશે.
ધો- 6 થી 8 નાં વર્ગો માટે અઘરા વિષયો અને સવાલો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. જયારે ધો-9 થી 12 માટે વિષયનાં ભાર મુજબ ખાસ શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ધો-10 અને ધો-12 ની બોર્ડની પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. સમયદાન અભિયાનમાં જોડાઈને મદદ કરવા રાજ્ય સરકારે નિવૃત શિક્ષકો, સ્થાનિક સ્નાતકો અને સ્વૈચ્છિક સંસ્થાઓને પણ અપીલ કરી છે.
Read About Weather here
જેથી કરીને બધું મળીને બે કરોડ માનવ કલાક જેટલો સમય વિદ્યાર્થીઓને આપી શકાય. વિદ્યાર્થીઓનો ઘણો સમય બગડી ગયો છે. એટલે એમને હજુ કોઈ તકલીફ ન પડે અને પૂરતું સમયસર ખાસ માર્ગદર્શન મળી રહે એ માટે રાજ્ય સરકારે સમયદાન યોજના અમલમાં મૂકી છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here