કેવડિયા જંગલ સફારી પાર્કમાં સિક્યુરી ગાર્ડને માર મારનાર પાંચ પોલીસકર્મી સસ્પેન્ડ

13

કેવડિયા સ્થિત જંગલ સફારી પાર્કમાં પોલીસકર્મીઓની દાદાગીરી સામે આવી છે. જંગલ સફારી પાર્કમાં પ્રવેશ બાબતે ૫ પોલીસકર્મીએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી અને ત્યાર બાદ સિક્યુરિટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા અને જોકે, નર્મદા એસપીએ પાંચેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતા સિક્યુરિટી કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી છે.

કેવડિયા સ્થિત જંગલ સફારી પાર્કમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડિયો સામે આવ્યો છે. જંગલ સફારી પાર્કમાં ૫ પોલીસકર્મીઓ ઘુસતા સિક્યુરિટી ગાર્ડે ટિકિટ માગતા ઘર્ષણ થયું હતું અને પોલીસ કર્મીઓએ ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીને માર માર્યો હતો. આ મામલે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી હતી. સિક્યુરિટી ગાર્ડને માર મારનારા ૫ પોલીસકર્મી પૈકી કેટલાક પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં હતા.

જંગલ સફારી પાર્કની બહાર સિક્યુરિટી ગાર્ડને માર મારવાની ઘટના બાદ સિક્યુરિટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા અને પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી. જોકે, નર્મદા SP એ પાંચેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતા સિક્યુરિટી કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી છે.

સસ્પેન્ડ કરાયેલા ટ્રાફિક પોલીસકર્મીઓ

શૈલેષ મનસુખ, હેડ કોન્સ્ટેબલ
રાજેન્દ્ર ખાનિંસગ, કોન્સ્ટેબલ
મનોજ ધનજીભાઈ, કોન્સ્ટેબલ
કૃષ્ણલાલ મહેશભાઈ, કોન્સ્ટેબલ
અનિલ મહેશભાઈ, કોન્સ્ટેબલ