કોરોનાની આંધી સમી ત્યાં કેન્સરનો જંજવાત જાગ્યો

કોરોનાની આંધી સમી ત્યાં કેન્સરનો જંજવાત જાગ્યો
કોરોનાની આંધી સમી ત્યાં કેન્સરનો જંજવાત જાગ્યો

રાજ્યમાં કોરોનાનાં કેસમાં વધારો-ઘટાડો થતો રહે છે ને હાલ કોરોનાંની સ્થિતિ કાબૂમાં છે ત્યારે રાજ્યમાં વધુ એક ચિંતાજનક બાબતે ઉભરી આવી છે. કેન્સરનાં કેસમાં સતત ચિંતાજનક વધારો થતા કેન્દ્રનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં હાલ તૈયાર કરેલા અહેવાલ મુજબ ગુજરાતમાં ૨૦૨૧ નાં વર્ષમાં જ અત્યાર સુધીમાં કેન્સરનાં અંદાજે ૭૧૫૦૭ નવા દર્દીઓ નોંધાયા છે. વર્ષ ૨૦૧૯ માં કેન્સર કેસ અંદાજે ૬૭,૮૪૧ હતા. જે ૨૦૨૦ માં વધીને ૬૯,૬૬૦ નોંધાયા હતા.

Subscribe Saurashtra Kranti here

વર્ષ ૨૦૨૧ માં કેન્સરનાં કેસ મામલે સૌથી વધુ અંદાજીત કેસ ઉતરપ્રદેશમાં ૨.૦૬ લાખ, બીજા ક્રમાંકે મહારાષ્ટ્ર ૧.૧૮ લાખ અને ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળ ૧.૧૦ લાખ નોંધાયા. જયારે ગુજરાત ૭૧,૫૦૭ હજાર કેસ સાથે દસમાં ક્રમે છે. કેન્સર થવાના કારણોમાં ગુટકા, તમાકુનું સેવન માવા, અયોગ્ય ખાણી-પીણીની ટેવ, વાયુ પ્રદુષણ જવાબદાર છે. ગુજરાતમાં નોંધાતા કેન્સરનાં દર્દીઓમાં પુરુષોની કુલ સંખ્યાનાં ૨૨ ટકા જેટલા દર્દી મોઢાનાં કેન્સરનાં છે.

Read About Weather here

એ પછી ૧૧ ટકા જીભનાં દર્દીઓ છે. મહિલાઓમાં સૌથી વધારે કેન્સર સ્તન કેન્સર કેસ જોવા મળે છે. ૨૧.૫ ટકા સ્તન કેન્સર, ૧૪.૨૩ ટકા ગર્ભાશય કેન્સર, ૮ ટકા જેટલા મોઢા અને ૫ ટકા જેટલા જીભના ભાગે કેન્સર કેસો નોંધાય છે. ડોક્ટર્સનાં જણાવ્યા મુજબ કેન્સર થતા અટકાવવા વ્યસનની ટેવ છોડવી ખૂબ જ જરૂરી છે. મોં-દાંત ને વ્યવસ્થિત સાફ કરવા દિવસમાં બે વાર બ્રશ કરવું. આ ઉપરાંત ૩૫ વર્ષની ઉમર પછી ડોક્ટરની સહલ પ્રમાણે મેમોગ્રાફી કરાવવી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here