કુબેરનગરમાં બિલ્ડીંગ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકના પિતાએ આત્મવિલોપનનો પ્રયાસ કરનારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. જે મામલે પોલીસે અલગ અલગ બે ફરિયાદ નોંધી ચાર આરોપી ધરપકડ કરવામાં આવી છે. સરદારનગર વિસ્તારમાં એક જ પરિવારના મોભી અને પુત્રને બે મહિનામાં જીવ ગુમાવી દીધા છે. બે મહિના પહેલા કુબેરનગર રહેલ પ્રેમ માર્કેટ બિલ્ડીંગ ધરાશય થયું હતું.
જેમાં સોનુ ઉર્ફે પ્રેમ નામના યુવક મૃત્યુ નીપજ્યું હતું. સરદારનગર પોલીસે અકસ્માત મોત ગુનો નોંધ્યો હતો. જે સમયે પ્રેમ માર્કેટમાં રહેલ ગેરકાયદે બનાવેલ દુકાન માલિક પોલીસ ફરિયાદ નહિ કરવા અને સમાધાન કરવા મૃતક પરિવાર પૈસા આપવા નક્કી કર્યું હતું. પણ દુકાન માલિકો દ્વારા પૈસા નહિ આપી મૃતકના પિતા ધાકધમકી આપતા કંટાળી ગત સાંજે આત્મવિલોપન પ્રયાસ કર્યો હતો. જેમાં સંતોષભાઈ ચારણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે મામલે સરદારનગર પોલીસે બે મહિના બાદ ગુનો નોંધી દુકાન માલિક નારાયણ રાયચંદાણી અને કનૈયાલાલ ચારણ ધરપકડ કરવામાં આવી છે.
કુબેરનગર બિલ્ડીંગ દુર્ઘટનામાં પુત્રની લાશ મળી હતી, ત્યાંજ પિતાએ અગ્નિસ્નાન કરી દીધું હતું. જે બાદ સરદારનગર પોલીસ તપાસ શરૂ કરી અલગ અલગ બે ગુના દાખલ કર્યા હતા. જો કે ઘટનાની વિગતવાર વાત કરીએ તો આજથી બે મહિના પહેલા કુબેરનગર પ્રેમ માર્કેટ બિલ્ડીંગ અચાનક ધરાશય થઈ હતી અને ત્રણ લોકો દટાઈ ગયા હતા. જેમાં પ્રેમ ઉર્ફે સોનુ મૃત્યુ નીપજ્યું. જે બાદ પોલીસ તપાસ કરતા બિલ્ડીંગના ગ્રાઉન્ડ લોર પર બે દુકાનદાર ગેરકાયદે બાંધકામ કરાવી રહૃાા હોવાથી ઘટના બની હતી.