’કુછ લોગ અબ એક્સ MLA લિખને કી આદત ડાલ લો’, કોંગ્રેસના મુસ્લિમ નેતાની ચેતવણી

9
Saurashtra Kranti logo
saurashtra kranti logo

કોંગ્રેસના મુસ્લિમ નેતા અને ખાડિયા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર શાહનવાઝ શેખે સોશ્યલ મીડિયા ઉપર મુકેલી પોસ્ટને લઈને હાલ ચર્ચા જાગી છે. તેમણે સોશિયલ મીડિયા પર ’કુછ લોગ અબ એક્સ એમએલએ લિખને કી આદત ડાલ લો’ એવું લખ્યું છે.

તેમણે કોઈ ધારાસભ્યનું નામ લખ્યું નથી. જેને કારણે કોના માટે આ લખાયું છે, તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહૃાા છે. ધારાસભ્યને એક્સ ધારાસભ્ય બનવાની તૈયારી કરવા અંગે શાહનવાઝ શેખે પોસ્ટ કરી છે. નોંધનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ઉમેદવાર શાહનવાઝ શેખ વચ્ચે ચૂંટણી સમયે વિવાદ ઉભો થયો હતો.

છેલ્લી ઘડીએ પક્ષે મેન્ડેટ બદલતા શાહનવાઝ શેખને ખાડિયા બેઠક ઉપરથી લડવા ફરજ પાડવામાં આવી હતી. ત્યારે આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં પડકાર ફેંકતી પોસ્ટ મૂકી છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. જોકે, તેમણે કોને સંબોધીને પોસ્ટ લખી છે, તે જાણી શકાયું નથી.