’ન જાણ્યુ જાનકીનાથે કાલે શું થવાનું’, આ કહેવત સુરતના એક અકસ્માતમાં સાર્થક થઈ છે. જ્યાં એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કાળિમજૂરી કરીને રસ્તા પર ઊંઘી ગયેલા મજૂરને સ્વપ્નમાં જ કાળ ભરખી ગયો હતો. મજૂર બિચારો રોડ પર ઊંઘી રહૃાો હતો ત્યારે કાળમુખા ટેમ્પોના પૈડા તેની પર ચઢી જતા તેની જાંઘનો ભાગ તૂટી ગયો હતો. આ દૃુર્ઘટનામાં મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજી ગયું હતું. જ્યારે એક ટેમ્પો ચાલકની ઘોર બેદરકારીના કારણે મજૂરી કરી પેટિયું રળવા નીકળેલા એક નિર્દૃોષ ગરીબનો ભોગ લેવાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પહોંચી ગયો હતો, એ પહેલાં એમ્બ્યુલન્સ પણ બોલાવાની પ્રક્રિયા કરાઈ હતી જોકે, મેડિકલ મદદ મળે તે પહેલાં એક લાચારનો દિવો ઓલવાઈ ગયો હતો.
આ ગમખ્વાર અકસ્માતની વિગત એવી છે કે સુરતના ઉધના મગદૃલ્લા રોડ નવજીવન સર્કલ પાસે રાધાકૂષ્ણ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ગઈકાલે વહેલી સવારે છ વાગ્યે ટેમ્પો ચાલકે પુરઝડપે રિવર્સ લેતી વખતે રોડ ઉપર સુતેલા કારીગરના જાંધના ભાગે ટેમ્પો ચડાવી દૃેતા તેનું સ્થળ ઉપર જ કરુણમોત નિપજ્યું હતું. બમરોલી ગોવાલક રોડ રામનગર ખાતે રહેતા ટુકના ઉદયનાથ ગોડ ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ રાધાકુષ્ણ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલા ખાતામાં મજુરીકામ કરે છે. ટુકના ગઈકાલે નાઈટમાં હતો અને ખાતાની બહાર જ રોડ ઉપર સુઈ ગયો હતો.
દરમિયાન સવારે છ વાગ્યે ટેમ્પો ચાલકે આગળ પાછળ જોયા વગર પુરઝડપે રિવર્સ લેતી વખતે રોડ ઉપર સુતેલા ટુકના ગોડના જાંઘના ભાગે ચડાવી દૃીધો હતો. જાંઘનો ભાગ સાવ તુટી ગયો હતો અને વધુ પડતુ લોહી નિકળી જતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસ કંટ્રોલ દ્વારા ખટોદરા પોલીસને જાણ કરવામા આવતા પીએસઆઈ જે.એચ.રાજપુત સ્થળ પર દૃોડી ગયા હતા. અને મૃતક ટુકના ગોડની લાશનું પી.એમ. માટે હોસ્પિટલમાં મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે,