કાલે ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં ઉમેદવારો નક્કી થવાની શક્યતા

કાલે ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં ઉમેદવારો નક્કી થવાની શક્યતા
કાલે ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં ઉમેદવારો નક્કી થવાની શક્યતા
આગામી એક- બે દિવસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મોરબી દુર્ઘટનાને કારણે આજે રાજ્યવ્યાપી શોક પાળવામાં આવી રહ્યો હોવાથી ભાજપ સંસદીય બોર્ડની બેઠક આવતીકાલે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ગુજરાત માટેના ભાજપના ઉમેદવારોના નામોને મહોર લગાવવામાં આવે તેવી શક્યતા છે. રાજકીય સુત્રો માને છે કે, ત્રીજી નવેમ્બરે બપોર બાદ વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત ખાતેના ભાજપના સહપ્રભારી સુધીર ગુપ્તા પણ બે દિવસ ગુજરાત આવી રહ્યા છે અને સંગઠનના હોદ્દેદારો સાથે શ્રેણીબદ્ધ બેઠક યોજનાર છે. રાજ્યની 182 બેઠકોના સંભવિતોની સેન્સ પ્રક્રિયામાં 3500 થી વધુ દાવેદારોની છટણી ભાજપના નિરીક્ષકોએ પૂરી કરી લીધી છે. બેઠકદીઠ અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સુપ્રત કરી દેવાયો છે. દરેક બેઠક માટે જીતી શકે એવા પાંચ ઉમેદવારોના નામની પેનલ કેન્દ્રીય સંસદીય બોર્ડને મોકલવામાં આવશે. આગામી દિવસોમાં ભાજપના ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ આવી રહ્યા છે. કેન્દ્રીય નેતાગીરી બાદમાં ફાઈનલ નામ નક્કી કરશે.

દરમ્યાન માહિતગાર સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, ચૂંટણીપંચ આવતીકાલ તા.3 નવેમ્બરે ગુજરાતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી શકે છે. મળતી માહિતી મુજબ પ્રથમ તબક્કાનું મતદાન 29 કે 30 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન તા.3 કે 4 ડિસેમ્બરે થઇ શકે છે. મત ગણતરી હિમાચલની સાથે જ ગુજરાતમાં પણ 8 ડિસેમ્બરે થશે.
ઉમેદવારોની જાહેરાત, ઉમેદવારી પત્રો ભરવા અને પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ ઉમેદવારોને પ્રચાર માટે માત્ર 15 દિવસ કે તેથી પણ ઓછો સમય મળશે.

Read About Weather here

ચૂંટણીપંચ ચૂંટણીના જાહેરનામાંથી લઈને મતદાનની તારીખ વચ્ચે 21 દિવસનો સમય રાખવાના સિધ્ધાંતનો અમલ કરે છે. ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બરથી ક્મોરતા બેસે છે એટલે ગુજરાતમાં નવી ચૂંટાનારી સરકારની શપથવિધિ 12 ડિસેમ્બરની આસપાસ થઇ જાય તેવી પૂરી શક્યતા છે.સત્તા પર આવનાર પક્ષ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરે એ પછી ઝડપથી મંત્રીમંડળ રચીને તેની શપથવિધિ પણ આટોપી લેવાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here