કાલે આખા વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ અને રાત્રિ ટૂંકી

કાલે આખા વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ અને રાત્રિ ટૂંકી
કાલે આખા વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ અને રાત્રિ ટૂંકી

શુક્રવારે દિવસ લાંબામાં લાંબો રહેશે. તેમજ રાત્રી પ્રમાણમાં ટૂંકી રહેશે. શુક્રવાર બાદ તા. ૨૨મીથી દિવસ ક્રમિક રીતે ટૂંકો અને રાત્રી કમિક રીતે લાંબી થતી જશે. વિષુવવૃત્ત એકબીજાને વર્ષમાં બે વખત છેદે છે જેથી આ ઘટના સર્જાય છે.

કાલે આખા વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ અને રાત્રિ ટૂંકી દિવસ

સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તા. ૨૧મી એ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો. શુક્રવાર તા. ૨૧ મી જુન લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે જેથી રાત ટૂંકી થતી જાય છે. તેના કારણે તા. ૨૧ મી જુને લાંબામાં લાંબો એટલે કે રાજકોટમાં દિવસ ૧૩ કલાક ૨૮ મિનિટનો તેમજ રાત્રિ ૧૦ કલાક ૩૨ મિનિટની અમદાવાદમાં દિવસ૧૩ કલાક ૩૦ મિનિટનો તેમજ રાત્રિ ૧૦ કલાક ૩૦ મિનિટની રહેશે. સુરતમાં દિવસ ૧૩ કલાક ૨૨ મિનિટનો રહેસે તેમજ રાત્રિ ૧૦ કલાક ૩૮ મિનિટની રહેશે. મુંબઈમાં દિવસ ૧૩ કલાક ૧૩ મિનિટ – રાત્રિ ૧૦ કલાક ૪૭ મિનિટ સમયગાળામાં રહેશે. તા. ૨૨મી જુનથી ક્રમિક રીતે દિવસ સેકન્‍ડના તફાવતે પ્રમાણે કમશઃ ટૂંકો અને રાત્રિ લાંબી થતી જોવા મળશે.

કાલે આખા વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ અને રાત્રિ ટૂંકી દિવસ

સૂર્ય દક્ષિણ દિશા તરફ વળે તેને દક્ષિણાયન કહે છે
૨૧મી જુન પછી સૂર્ય દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણાયાન કહેવામાં આવે છે. દિવસ-રાતની લંબાઈ ચંદ્રની દિશા ગતિ અને સૂર્ય તરફ પૃથ્‍વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વિગેરે પરિબળો પર આધારિત હોય છે જે સતત બદલાતા રહે છે. પૃથ્‍વી પોતાની ધરી ૨૩.૫ ને ખુણે નમેલી હોય છે. પૃથ્‍વીનું માથું દક્ષિણ અને ઉત્તર તરફ નમેલું હોવાના કારણે પૃથ્‍વીવાસીઓને ગરમી અને ઠંડી વિવિધ આબોહવાનો અનુભવ સૂર્યના કિરણોના કારણે જોવા મળે છે. તા. ૨૧ મી જુને લાંબામાં લાંબો દિવસ રાત્રિ ટૂંકી ત્‍યાર બાદ સેકન્‍ડના તફાવતે દિવસ ટુંકો અને રાત્રિ લાંબીનો લોકો અનુભવ કરશે.

કાલે આખા વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ અને રાત્રિ ટૂંકી દિવસ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here