કાલથી ઈન્ટરસિટી સહિતની 10 ટ્રેનો રદ્દ

કાલથી ઈન્ટરસિટી સહિતની 10 ટ્રેનો રદ્દ
કાલથી ઈન્ટરસિટી સહિતની 10 ટ્રેનો રદ્દ

રાજકોટ રેલવે ડિવિઝનમાં ડબલ ટ્રેનના કામને કારણે રેલ-વ્યવહારને અસર

આજથી નિયત દિવસોએ આઠ ટ્રેનો આંશિક રદ્દ તો ત્રણ ટ્રેનો મોડી ઉપડશે

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા સિંધાવદર-કણકોટ-ખોરાણા-બિલેશ્વર સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 22 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે. તેમાં 10 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

 જેમાં વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 23/9 થી 1/10 સુધી રદ્દ , જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તા.24/9  થી 2/10 સુધી રદ્દ , ઓખા-જયપુર એક્સપ્રેસ 26/9 ના રોજ રદ્દ , જયપુર-ઓખા એક્સપ્રેસ તા.27/9 ના રોજ રદ્દ , હાપા-મડગાંવ એક્સપ્રેસ તા.28/9 ના રોજ રદ્દ , મડાગાવ-હાપા એક્સપ્રેસ તા.30/9 ના રોજ રદ, હાપા-બિલાસપુર એક્સપ્રેસ તા.24/9 ના રોજ રદ્દ , બિલાસપુર-હાપા એક્સપ્રેસ તા.26/9 ના રોજ રદ, ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ તા. 27/9 ના રોજ રદ્દ, વેરાવળ – ઈન્દોર મહામના એક્સપ્રેસ તા.28/9 ના રોજ રદ્દ કરવામાં આવી છે.

આંશિક રીતે રદ્દ કરાયેલી ટ્રેનોમાં ભાવનગર-ઓખા એક્સપ્રેસ તા.22/9 થી 30/9 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. ઓખા – ભાવનગર એક્સપ્રેસ 23/9 થી 1/10 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંટો એક્સપ્રેસ તા. 22/9 થી 30/9 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી 23/9 થી 1/10 સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

 આ ઉપરાંત અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ તા.23/9 થી તા.1/10 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તા.23/9 થી તા.1/10 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે.

આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ બાંદ્રાથી સુરેન્દ્રનગર તા. 22/9, 24./9, 26/9 અને 29/9ના રોજ દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ તા.23,25, 27 અને 30/9 ના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી દોડશે.

Read About Weather here

આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. માર્ગમાં મોડી થનાર ટ્રેનોમાં બ્લોક અવધિ માટે એટલે કે તા.23/9 થી તા.1/10 સુધી  રેવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ દર મંગળવારે 1 કલાક મોડી પડશે, તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ દર મંગળવારે 1 કલાક 10 મિનિટ મોડી પડશે અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ દર શુક્રવારે 1 કલાક મોડી પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here