મામલતદારને લેખીતમાં ફોટા સાથે અરજી આપવા છતાં પગલા નહીં લેવાતો હોવાનો અરજદારનો આક્ષેપ
રાજકોટ જિલ્લાના લોધિકામાં આવેલ
પ્લાન પાસ વિના બે માળના બાંધકામનો ધમધમાટ : તંત્રની ઐસી કી તૈસી
માથાભારે શખ્સો પારકી જમીન પચાવી પોતાના નામે કરાવવા ધાક-ધમકી આપતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. પારકી જમીન પચાવી પાડતા ભૂમાફિયાઓને કડક હાથે ડામવા રાજ્ય સરકારે વર્ષ-2020માં ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબીંગ એક્ટ બનાવવા આવ્યો છે. આ કાયદાની અમલવારી થતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં કાંગશીયાળી ગામે આવેલ કારખાનેદારે 1 હજાર વારમાં ગેરકાયદેસર આવેલ છે અને મંદિરની જગ્યા પચાવી પાડેલ હોવાનો આક્ષેપ કર્યો છે. શહેરના કોઠારીયા ગામમાં રહેતા સંજયભાઈ સોજીત્રાએ રાજકોટ મામલતદારને લેખિતમાં અરજી કરી છે. અરજીમાં જણાવ્યું છે કે,
રાજકોટ જિલ્લામાં આવેલ લોધિકા તાલુકામાં સ્થિત કાંગશીયાળી ગામે આવેલ કારખાનાનું ખોખળદળ જવાના રસ્તા પર ફાટક પાસે જગ્યા ઉપર મામાજીનું મંદિર આવેલ છે, એ જગ્યા સરકારી ખરાબામાં મોટુ 1000 વારમાં ગેરકાયદેસર બાંધકામ આવેલ છે અને મંદિરની જગ્યા પચાવી પાડેલ છે. જે મંદિરની દિવાલ પર મામાની મોજ લખેલ છે અને મંદિરની પાછળ હાલમાં જે પતરાવાળુ બાંધકામ આવેલ છે તે પણ ગેરકાયદેસર આવેલ છે.
કાંગશિયાળી ગામે એસ.આર.ઓટો કાસ્ટ (કારખાનાનું નામ) એ જગ્યા જે હાલમાં જુનુ બાંધકામ પાડી નાખવામાં આવેલ છે. તે ગ્યા પર હાલમાં પ્લાન મંજુર કર્યા વિનાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે અને તેની બાજુમાં તે જ માલિકે બે માળનું ગેરકાયદેસર બાંધકામ કરેલ છે તેનો કોઇ પ્લાન પાસ કરાવેલ નથી.
આ બાંધકામ ચાલુ હતુ ત્યારે કાંગશીયાળી ગામના સરપંચ અને તલાટી મંત્રી ચાલુ વરસાદે જી.સી.બી. લઈને આવેલ હતા અને આ બાંધકામ પાડી નાખેલ, એ જ બાંધકામ ફરીએ જ જગ્યા પર અક્ષયભાઇ કથીરીયાએ ફરીથી યુદ્ધના ધોરણે ચાલુ કરેલ છે. જે હાલ આજની તારીખમાં ચાલુ છે.
આ બંને જગ્યાનું કુલ ક્ષેત્રફળ 612 વાર છે જે તેની માલિકીની જગ્યા છે આ જગ્યામાં પણ ગેરકાયદેસર બાંધકામ છે. તા.23/12/2020 ના રોજ એક અરજી ફોટા સહિત આપેલી હતી તેનો આજદિન સુધી કોઇ નિકાલ થયેલ નથી. અરજીને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલા લેવા જણાવ્યું છે.
15 શખ્સો સામે એફઆઈઆર
રાજકોટ જિલ્લામાં ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબીંગ એક્ટ-2020 હેઠળ ગત તા.22 સુધીમાં 124 ફરિયાદ મળી છે. જેમાં સરકારપક્ષે 2 કેસમાં સુઓમોટો કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં-1, તાલુકામાં-2, ગોંડલમાં-1 અને અને જેતપુરમાં-1 કેસમાં એફઆઈઆર દાખલ કરાઈ હોવાની માહિતી રાજકોટ કલેકટરે આપી હતી.