અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે શહેર ના એસજી હાઇવે પર આવેલી કર્ણાવતી કલબમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે, ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત કર્ણાવતી કલબમાં વધુ ૪ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેના લીધે કર્ણાવતી કલબનો એડ્મીનીસટ્રેશન વિભાગ બંધ કરવામાં આવ્યો. ૨૪ ઓક્ટોબર સુધી એડ્મીનીસટ્રેશન વિભાગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં કોરોનાના કોમ્યુનિટી સ્પ્રેડીંગના તબક્કા વચ્ચે પણ લોકોએ સામાન્ય જીંદગી જીવવાનું હવે શીખી લીધું છે. નવા કેસોની સંખ્યા અગાઉ ૧૪૦ની આસપાસ થઈ ગઈ હતી, તે હવે ૧૬૦થી ૧૭૦ની વચ્ચે ફરી સ્થીર થઈ છે. જોકે ડિસ્ચાર્જનું પ્રમાણ ઉંચુ જતાં એક્ટિવ કેસોમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે કર્ણાવતી કલ્બમાં જીવલેણ વાયરસનો કહેર જોતા ૨૪ ઓક્ટોબર સુધી એકાઉન્ટ વિભાગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કોરોનાને કારણે કર્ણાવતી કલબ બંધ રાખવાનો વારો આવ્યો હતો ત્યારે ફરી કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવતા એકાઉન્ટ વિભાગ બંધ કરવાની ફરજ પડી છે. દરમ્યાનમાં આજે સરકારી અનુસાર વધુ ૧૬૭ લોકોના રિપોર્ટ પોઝીટિવ આવતાં તેમણે સારવાર લેવાનું ચાલુ કર્યું છે.
જ્યારે સારવાર દરમ્યાન ચાર દર્દીના કરૂણ મૃત્યુ નોંધાયા છે. બીજી તરફ સાજા થઈ ગયેલાં ૧૭૨ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. મ્યુનિ. કોર્પોરેશનની હદમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓનો આંકડો ૪૨૫૫૬ને આંબી ગયો છે. જ્યારે તે પૈકી ૧૮૨૫ દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે.