૧.૧૨ કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતના કેસમાં વડોદૃરાની વન સંરક્ષક કચેરીના નિવૃત્ત મદદનીશ સંરક્ષક કાસીમ ફાઝલભાઇ રેશમવાલાની વડોદરા એસીબીએ ધરપકડ કરી છે. તેઓએ પોતાની ફરજ દૃરમિયાન તેમની આવક કરતાં ૧.૧૨ કરોડની વધુ અપ્રમાણસર મિલકત હોવાનું બહાર આવતાં તેમની સામે ગુનો દૃાખલ કર્યો હતો અને આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. તેઓની ૨.૧૪ કરોડની દેખીતી આવકની સામે ૩.૨૬ કરોડની સ્થાવર અને જંગમ મિલકતો મળી આવી હતી.
વડોદરા વન વિભાગમાં મદદનીશ સંરક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા કાસીમ ફાઝલભાઇ રેશમવાલાએ અપ્રણાસર મિલકતો એકઠી કરી હોવાની વિગતો મળી હતી. જેના આધારે લાંચ રૂશ્ર્વત વિરોધી વિભાગની ટીમ દ્વારા તેની પ્રાથમિક તપાસ દૃરમિયાન કાસીમ રેશમવાલાની તથા તેમના પરિવાજનોના નામે મિલકતોના દસ્તાવેજી પુરાવા અને બેક્ધ ખાતાઓ સહિત વિવિધ અસ્કયામતોની તપાસ કરવામાં આવી હતી.
૧ એપ્રિલ ૨૦૦૭થી ૨૯ ફેબ્રુઆરી ૨૦૧૬ સુધીના સમયગાળામાં તેમની પાસેથી ૩૨,૨૫,૩૫૦ રોકડ રકમ તેમના વિવિધ બેક્ધ એકાઉન્ટમાં જમા કરવામાં આવી હતી. તેવી જ રીતે ૮૩,૭૪,૪૮૧ની િંકમતની સ્થાવર અને જંગમ મિલકત ખરીદી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય ખર્ચનો સરેરાશ જોતા તેઓએ રૂપિયા ૧,૧૦,૨૦,૭૭૨ બેંક ખાતાઓમાંથી ઉપાડ્યા હતા.
Home GUJARAT