કરણ ગામે ટ્રકે મોપેડને અડફેટમાં લેતા યુવકનું મોત

બાઈક બાવળનાં થડ સાથે અથડાતા ચાલકનું મોત...
બાઈક બાવળનાં થડ સાથે અથડાતા ચાલકનું મોત...

અનેક અકસ્માતનું કારણ બનનારા હાઇ-વેના ગોઝારા કટે વધુ 1 યુવકનો ભોગ લીધો

ને.હા.48 પર બ્લેક સ્પોર્ટ (ગંભીર અકસ્માત ઝોન)વિસ્તાર જાહેર થયેલા કરણ ગામનો કટ સંખ્યાબંધ લોકોનો જીવ લઈ ચુક્યો છે છતાં તંત્ર આ બાબતે ગંભીરતા દાખવતું નહિ હોવાનું ગામ જનોએ જણાવ્યું હતુ ગુરુવારે મોડી આ જ કટ પર ટ્રક ચાલકે એક્ટિવા ચલાવનાર યુવકને અડફતે લેતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.

ચલથાણ ભરતનગરમાં રહેતા અનિલભાઈ નામદેવભાઈ ચૌહાણ જે ભરતનગરમાં જ ચૌહાણ ટેલરના નામે દુકાન ધરાવે છે જેમને ત્યાં છેલ્લા કેટલાક સમયથી કામ કરતો અને દુકાનમાં જ રહેતો કારીગર રાહુલ જે.વર્મા (23) ગુરુવારે મોડી રાતે દુકાનેથી એક્ટિવા મોપેડ GJ 19 AQ 6737 લઈ ચલથાણમાં નિકળેલી ગણેશજીની શોભાયાત્રા જોઈ કરણ ગામે પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવી દુકાને આવી રહ્યો હતો.

Read Saurashtra Kranti E-Paper here

ત્યારે કરણ ગામના કટ પર મુંબઈ તરફથી અમદાવાદ તરફ જતી એક ભરેભરખમ ટ્રક GJ 01 FT 4156 ના ચાલકે એક્ટિવાને અડફતે લેતા એક્ટિવા સહિત યુવક ટ્રક નીચે ફસાઈ જતા ટ્રક ચાલકે એક્ટિવા સહિત યુવાનને 200 મીટર સુધી ઘસડી ગયો હતો મોડી રાતે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવાનનું મોત નીપજ્યું હતુ.

Read About Weather here

અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળે જ મૂકી ભાગી છૂટ્યો હતો ઘટના અંગે પલસાણા પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી ટ્રક ખસેડી ટ્રાફિક પૂર્વરત કર્યો હતો અને લાશનો કબ્જો મેળવી પી.એમ.માટેની તજવીજ હાથધરી હતી.ઘટના અંગે અનિલ ચૌહાણે પલસાણા પોલીસ મથકના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here