કપાસીયા ખોળામાં ભેળ-સેળ નાબૂદ કરવા ભારતીય કિસાન સંઘની રજુઆત

કપાસીયા ખોળામાં ભેળ-સેળ નાબૂદ કરવા ભારતીય કિસાન સંઘની રજુઆત
કપાસીયા ખોળામાં ભેળ-સેળ નાબૂદ કરવા ભારતીય કિસાન સંઘની રજુઆત

મુખ્યમંત્રી, કૃષિમંત્રીને કલેકટર મારફત આવેદન

કપાસિયા ખોળામાં ભેળ સેળ નાબૂદ કરવા અને અન્ય કોઈ પણ વસ્તુની ભેળસેળ કરી કપાસીયા ખોળાના નામે વેચાણ થતું અટકાવવા ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી, પશુપાલન મંત્રી અને કૃષિમંત્રીને કલેકટર મારફત આવેદન પત્ર પાઠવી જણાવેલ કે, પશુપાલન વિભાગની અંદર એક આધારભૂત ખોરાક હોય તોતે કપાસિયાનો ખોળ છે.

વર્ષોથી દરેક પશુઓ માટે કપાસિયાનો ખોળ આપતા હોઈ છે. ગુજરાતમાં ખાસ તો સૌરાષ્ટ્રની અંદર વધારેમાં વધારે કપાસીયા ખોળ બનાવતી મિલો છે. વધારે ભાવ વધવાના કારણે કપાસિયા ખોળ ના મિલરો વધારેમાં વધારે કપાસિયા ખોળની અંદર ભેળસેળ કરી રહ્યા છે. તેના હિસાબે પશુ અને ઘણું બધું નુકસાન જાય છે. કપાસના ભાવો વધવાના હિસાબે કપાસિયા ખોળ નો ભાવ પણ હાલની પોજીશન એ ૧૮૦૦ રૂપિયા થાય છે.

Subscribe Saurashtra Kranti here

હાલની પોઝીશનમાં ૯૦ ટકાથી વધારે ખાદ્ય અથવા અખાધ વસ્તુઓનું ભેલ-સેળ કરી રહ્યા છે. ઘણા સમયથી મિલ એસોસીએશન પણ આ દુષણને અટકાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા હતા. રાજકીય માણસોને અને રાજકીય અધિકારી મિત્રોને પણ અને રજૂઆતો કરેલ હતી.

પરંતુ સરકાર દ્વારા આનો કોઈ પણ નિર્ણય આવેલ નથી દરેક મિલ માલિકો સસ્તામાં સસ્તી વસ્તુ ભેળવીને વધારેમાં વધારે પૈસ બનાવવાની લાલચમાં પશુધનને લાંબુ નુકશાન કરી રહ્યા છે. કપાસીયા ખોળની અંદર લાકડાનો સોલ, મગફળી ની ફોતરી, કમોદની ફોતરી , કપાસિયાના છાલા, મકાઈનું ભૂસું, ભોગાવો રેતી, કલર કેમિકલ, સડેલું કઠોળ, ગાંડા બાવળના પડિયા, ઉદયપુરની માટી, કઠોળની ફોતરી ભેળવવામાં આવે છે. આ દરેક વસ્તુની ભેળ કર્યા પછી તેને મુલાયમ બનાવવા માટે પશુને નુકસાન કરતુ કેમિકલ એડ કરવામાં આવે છે.

ખાસ તો વધારામાં વધારે ભેળસેળ સૌરાષ્ટ્રની મિલમાં થઇ રહી છે. સરકારી કોઈ પણ કાયદા ન હોવાના કારણે આ લોકો ગાડા થઈ સમાજમાંથી રૂપિયા અને પશુઓનો જીવ લઇ રહ્યા છે. દ્વારા ભારતીય કિસાન સંઘ દ્વારા દરેક કપાસીયા ખોળાના નામે ભેળસેળ કરતા કપાસિયા મિલ માલિકોને અમે ચેતવણી આપીએ છીએ, આઠ દિવસની અંદર મિલો પોતાના આ કાળા કામો એટલે કે ખોળમાં થતું ભેળસેળ કરવાનું બંધ કરે નહીતર શુધ્ધ કપાસિયા ખોળના નામેં જે પણ મિત્રો ખાદ્ય અથવા અખાદ્ય કોઈપણ વસ્તુની ભેળસેળ કરશે તો સરકાર એક્શન લે એવી અમારી માંગણી છે. પરંતુ ભારતીય કિસાન સંઘ પણ આ કંપનીને જાહેરમાં ખુલ્લી પાડતા કોઈપણ જતનો સંકોચ રાખશે નહિ.

Read About Weather here

ખેડૂતો/પશુપાલકો અને ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને વિનતી છે કે તાત્કાલિક ધોરણે આ કાયદો બનાવી અને જે પણ રૂપિયાની લાલચમાં મિલ માલિકો ભેળસેળ કરે છે, એના ઉપર તાત્કાલિક કાયદાકીય અમલવારી કરવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખિયા, ઝાલાભાઇ રાતડીયા, વિપુલભાઈ સુદાણી, જમનભાઈ પાગડા, ધનજીભાઈ ગમઢા તેમજ ભારતીય કિસાન સંઘના કાર્યકતાઓ, પશુપાલકો તેમજ ખેદુતોવતી વિનતી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleજૂનાગઢનાં પાદરીયામાં ભત્રીજી પર મામા-મામીનો હુમલો
Next articleદુકાન પચાવી પાડવાનાગુનામાં થોરાળાના શખ્સની ધરપકડ